ગુજરાતના ક્યા IPS અધિકારી BSFમાં નિમાયા ? ગુજરાતમાં કઈ કામગીરી માટે મળેલી પ્રસંશા ? જાણો વિગત
ગુજરાત કેડરના બીએસએફ આઇજી અજયકુમાર તોમર ગુજરાત પેરેન્ટ કેડરમાં પરત ફરતાં આ ખાલી પડેલી જગ્યાએ મલ્લિકને મૂકાયા છે. મલ્લિક એડિશનલ ડીજીપી ડીજીપી કક્ષાના અધિકારી છે અને મૂળ હરીયાણાના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં સુરેન્દ્રનગર એસપી, કચ્છ એસપી, ભરૂચ એસપી, અમદાવાદ સીટી ક્રાઇમ, અમદાવાદ રેન્જ આઇજી, ભરૂચ એસપી, વડોદરા રેન્જ વડા તથા સુરત રેન્જ વડા જેવા મહત્વના સ્થાને પ્રસંશનીય ફરજ બજાવનાર મલ્લિક ગુજરાતના ગૃહ સચિવ પણ રહી ચૂક્યા છે.તેમણે ગુજરાત પોલીસ રક્ષકના ભરતી બોર્ડના ચેરમેન તરીકે પારદર્શક ભરતી કરી ગુજરાતના ઇતિહાસમાં એક સાથે 18 હજાર લોકરક્ષકોની ભરતી કરી હતી. તાજેતરમાં બીએસએફમાં ડેપ્યુટેશન ઉપર નિમણૂક બાદ તેમણે જમ્મુ-કાશ્મીર, આસામ સહિતની બોર્ડર પર વિશિષ્ટ તાલીમ મેળવી હતી.
અમદાવાદઃ ગુજરાત બીએસએફ ગુજરાત ફ્રન્ટીયરના વડા તરીકે કેન્દ્ર સરકારે મૂળ ગુજરાત કેડરના 1993 બેચના IPS અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકની પસંદગી કરી છે. કેન્દ્ર સરકારે આ હુકમ કરતા તેઓ તાત્કાલિક ધોરણે જ ચાર્જ સંભાળી લેશે.
આ અંગે મલ્લિકે જણાવ્યું કે, તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન દરિયાઇ અને સરહદી વિસ્તાર અંગે પ્રાથમિક માહિતી જાત નિરિક્ષણ દ્વારા મેળવી હોવાથી તેમને તેમની ફરજમાં કોઇ મુશ્કેલી નડશે નહી. તેઓ ચાર્જ સંભાળતાં જ પોતાના તાબા હેઠળની સરહદોનું નિરિક્ષણ કરી સરહદ પર બીએસએફનું ચુસ્ત પેટ્રોલીંગ ગોઠવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -