✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના ટોચના નેતાઓના ગ્રુપમાં મૂકાયા પ્રિન્સિપાલ-શિક્ષિકાના નગ્ન ફોટા, એડમિને શું લખ્યું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Nov 2018 10:04 AM (IST)
1

ભુજ તાલુકા ભાજપના પ્રમુખ ધનજી ભુવા આ ગ્રુપના એડમીન છે, તેમણે ચાર સભ્યોને રિમૂવ કર્યા બાદ લખ્યું કે, ‘મહેરબાની કરીને આવા મેસેજ નાખવા, મજબૂર ન ડિલેટ કરવા માટે ફોન આવે છે ભાઈ’. સીધો મતલબ એમ થયો કે, આવા મેસેજ નાખવા અને મજબૂરન ડિલેટ કર્યા છે. બાકી તેમને રસ નથી. લ્યો બોલો !

2

વોટ્સએપ ગ્રુપમાં નગ્ન મહિલા અને આચાર્યની અંગતપળોનાં ફોટો જોયા બાદ એક પણ મહિલા અગ્રણી ગ્રુપ છોડી લેફ્ટ થઇ ન હતી. આશ્ચર્યની વાત છે કે, જયારે સરેઆમ સ્ત્રી ચારિત્ર હનનની આવી તસવીરો વાયરલ કરાતી હોય, ત્યારે સ્ટેજ પર મહિલા સશક્તિકરણની વાતો કરતી એ મહિલા અગ્રણીઓને ભાજપના કયા નેતાની શરમ નડી હશે કે ગ્રુપ ન છોડ્યું

3

એટલું જ નહીં કચ્છ ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દિવ્યાબા જાડેજા, છાયાબેન ગઢવી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિયતિ પોકાર, ચંદ્રિકા લીંબાચીયા સહીત અગ્રણીઓની હાજરી વચ્ચે આ વર્ચ્યુઅલ નગ્નતાનો ખેલ સર્જાતા સૌ સ્તબ્ધ થઇ ગયા હતા. હજુ આ ગ્રુપ ચાલુ છે, ત્યારે મોવડીઓ ક્યારે આવું 'અસંસ્કારી' ગ્રુપ છોડે છે એ જોવું રહ્યું. આ ગ્રુપમાં ભાજપના કાર્યકર્તાથી લઇ હાઇકમાન્ડ સુધીના 193 મેમ્બર છે.

4

ભુજઃ કપડવંજના પ્રિન્સિપાલ અને શિક્ષિકાના નગ્ન અવસ્થા દરમિયાન રંગરેલિયા મનાવતા ફોટો હાલમાં સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યાં છે. હવે આ વાયરલ તસવીરો કચ્છના ભાજપના વોટ્સએપ ગ્રુપમાં ડઝનેક થી વધુ મહિલાઓની હાજરીમાં એક ગ્રુપ મેમ્બરે શેર કરતાં હોબાળો મચ્યો છે.

5

કપડવંજના આચાર્ય-શિક્ષિકાની સાવ નગ્ન તસવીરો બુધવારે કચ્છના ભાજપના ગ્રુપ 'ગરજે ગુજરાત,વરસે કચ્છ'માં એક મેમ્બરે શેર કરી હતી. આ તસવીરો શેર થતાંજ ગ્રુપના એડમીનને ભાજપના હાઇકમાન્ડે ધમકાવી દીધો હતો, પછી ગ્રુપ એડમીને તસવીરો પૉસ્ટ કરનાર મેમ્બરને ગ્રુપમાંથી કાઢી મુક્યો હતો, આ સાથે ચાર અન્ય સભ્યોને પણ તરત કાઢી મુકવામાં આવ્યા હતા.

6

'ગરજે ગુજરાત,વરસે કચ્છ' નામના આ વોટ્સએપ ગ્રુપમાં તાલુકા કક્ષાના નેતાઓથી લઈને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ મેમબર છે. આ સાથે કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય વાસણ આહીર, મહામંત્રી વલમજી હુંબલ, દિલીપ ત્રિવેદી, બિપિન દવે સહિતના મોવડીઓ પણ આ ગ્રુપમાં જોડાયેલા છે.

  • હોમ
  • ગુજરાત
  • ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના ટોચના નેતાઓના ગ્રુપમાં મૂકાયા પ્રિન્સિપાલ-શિક્ષિકાના નગ્ન ફોટા, એડમિને શું લખ્યું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.