સ્વામીનારાયણ સાધુએ સગીરાને કામના બહાને ઘેર બોલાવીને 4 દિવસ સુધી બાંધ્યા શારીરિક સંબંધ ને પછી.........
મળતી માહિતી અનુસાર બરવાળા તાલુકાના રોજીદ ગામમાં આવેલા સ્વામીનારાયણ મંદિરના સાધુ ઋષીપ્રસાદદાસજી ગુરુશાસ્ત્રી રામદાસજી સંત છે. આ સાધુ દ્વારા ત્રણ મહિના પહેલા રોજીદ ગામની સગીરાને સ્વામીનારાયણ મંદિરમા કચરા પોતા કરવા તેમજ સાધુના ઘરે કચરા પોતા કરવા માટે બોલાવી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો તેમજ આ ઘટના અંગે જો પરિવારજનોને કે અન્ય કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
રોજીદ ગામે સ્વામીનારાયણ મંદિર આશ્રમમાં રહેતા ઋષીપ્રસાદદાસજી ગુરુશાસ્ત્રી રામદાસજીએ અગાઉ વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયમાં દીક્ષા લઈ સાધુનો ભેખ ધારણ કર્યો હતો.
પરંતુ વર્ષ 2008-2009માં વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયમાંથી તેને છૂટા કરવામાં આવ્યા હતા. ત્યારથી સાધુ રોજિદ ગામમાં આશ્રમ બનાવી રહેતો અને મંદિરમાં પૂજા કરતો હતો.
સાધુની ધમકીથી ગભરાઈ ગયેલી સગીરાએ સાધુ દ્વારા ગુજારવામાં આવેલા બળાત્કાર અંગેની જાણ ઘર- પરિવારને કરી ન હતી, પરંતુ સગીરાને બજારમાં નીકળતી જોતા સાધુ તેની આગળ પાછળ ફરતો અને કચરા-પોતા કરવા કેમ નથી આવતી એવું કહી પીછો કરતો હતો. આખરે સાધુથી પરેશાન થઈને પીડિત સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બરવાળાઃ બરવાળા તાલુકાના રોજીદ ગામે સ્વામીનારાયણ મંદિરના સાધુ દ્વારા સગીરાને મંદિર તેમજ ઘરે કામ માટે બોલાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવામાં આવી હતી. જેના પગલે આજે બુધવારે પોલીસે સાધુની ધરપકડ કરવામાં આવી છે.