દાહોદઃ લીમખેડાના ધારાસભ્યના પુત્રે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Jan 2017 09:56 AM (IST)
1
દાહોદઃ લીમખેડાના ધારાસભ્ય વીંછીયા ભરિયાના પુત્ર હરિકૃષ્ણ ભુરિયાએ ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. લીમખેડાના હાંડી ગામે ઘરે એકલો હતો, ત્યારે તેણે આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
2
આ અંગે મળતી વધુ વિગતો પ્રમાણે આપઘાત કરનાર હરિકૃષ્ણ ભુરિયાના ભાઈનું 15 દિવસ પહેલાં અકસ્માતમાં મોત થયું હતું. ભાઈના દુઃખદ નિધનથી હરિકૃષ્ણને ખૂબ જ લાગી આવ્યું હતું અને ભાઈના મોતના દુઃખમાં તેણે આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
3
4
= 4">