રાજુલામાં ખેતરમાં દવા છાંટતા ખેડૂત પર સિંહે કર્યો હુમલો, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Jan 2019 09:17 PM (IST)
1
અમરેલીઃ રાજુલામાં ખેડૂત પોતાના ખેતરમાં દવા છાંટવાનું કામ કરતો હતો ત્યારે અચાનક આવી ચઢેલા સિંહે તરાપ મારીને ઘાયલ કર્યો હતો. ખેડૂતે હિંમત બતાવી પ્રતિકાર કરતાં સિંહ ભાગી ગયો હતો. જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો.
2
3
સિંહના હુમલાના કારણે ખેડૂત લોહી લુહાણ થઈ ગયો હતો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
4
સિંહના હુમલામાં ખેડૂતને બરડામાં ઈજા થઈ હતી.