હળવદ: પ્રેમીએ તરછોડતા યુવતી ગઈ આત્મહત્યા કરવા, પોલીસની આ કામગીરી જોઈને તમે દંગ રહી જશો
આમ એક નિ:સહાય અને લાચાર યુવતીને હળવદ પોલીસે પ્રેરણાદાયી ઉમદા કાર્ય કરી પ્રસંનીય કામગીરી કરતા હળવદ વાસીઓએ પોલીસની પ્રશંસા કરતા થાકતા ન હતી. સાથે જ નેક કામ કરતાં અભિનંદનનો ધોધ વહાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે હળવદના દશામાના મંદીરે બન્નેને હિન્દુ શાસ્ત્રોકત વિધિ અનુસાર લગ્ન કરાવ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં જમણવારનું આયોજન પણ કર્યું હતું. તેમજ હળવદ નગરપાલિકામાં લગ્ન નોંધણી કરાવવામાં પણ આવી હતી.
હળવદ પોલીસ અને મહિલા હેલ્પલાઈન દ્વારા યુવતીને નવજીવન પ્રદાન કરતાં પોલીસ સ્ટેશનમાં જી.આર.ડી. (હોમગાર્ડ)ના સભ્ય તરીકે ફરજ બજાવતા તેની જ જ્ઞાતિના એક હોમગાર્ડ જવાન કુંવારો હતો અને યુવતીને આસરાની જરૂરત હોવાથી યુવતીને તેની સાથે લગ્ન કરવા બાબતે પુછતા બંને એકબીજાની રાજીખુશીથી લગ્ન કરવા તૈયાર થયા હતા.
યુવતીએ મરવાનું મન બનાવી લીધું હોય તેમ હવે રેલવેના પાટે કપાઈ જવું છે તેમ જણાવતા હળવદ પીઆઈ એમ.આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. વસંતભાઈ વઘેરા બીટ જમાદાર હરેશભાઈ ચાવડા.તથા મનિષાબેન તથા અન્ય પોલીસ સ્ટાફે યુવતીને આત્મહત્યા નહીં કરવા સમજાવી જરૂરી સાંત્વના આપી હિંમત પૂરી પાડી હતી.
મહિલા હેલ્પલાઇન દ્વારા યુવતીના પિતાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેના પિતાએ જણાવ્યું કે, અમને અમારી પુત્રીથી કંઈપણ લેવા-દેવા નથી અને અમને અમારી દીકરી નથી જોઈતી તેમ કહી દેતા આ યુવતી પર જાણે આભ તુટી પડ્યું હતું.
સાણંદ તાલુકાના એક ગામના યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ પ્રાંગર્યો હતો. બન્ને ગત તા.21ના 12 કલાકના અરસામાં ઘર છોડી હળવદ તાલુકાના સરંભડા ગામે આવી પહોંચ્યા હતાં. પરંતુ પરણીત યુવકે તેની પ્રેમિકાને તરછોડી પત્ની સાથે રહેવાનું પસંદ કરતાં લીધું હતું. તેણે આપઘાત કરવાનો પ્રયાસ કરતી પ્રેમિકાને હળવદ પોલીસના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈએ આ ત્રણેયને સમજાવી આશ્વસન આપી પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતાં. તે દરમિયાન 181 હેલ્પલાઈન ટીમને જાણ કરાતાં આ યુવતીની મદદરૂપ થવા આવી પહોંચી હતી.
તેણે આપઘાત કરવાનો પ્રયાસ કરતા હળવદના પોલીસકર્મીઓ પોલીસ સ્ટેશને લઈને પહોંચી હતી. જ્યાં મહિલા પોલીસના સમજાવ્યા બાદ યુવતીને રાજીખુશીથી જી આર ડી(ગ્રામ રક્ષક દળ) કર્મી સાથે લગ્ન કરાવી નવજીવન પ્રદાન કરી ઉમદા કામગીરી સાથે હળવદ પોલીસે પ્રેરણાદાયી ચીલો ચાતર્યો છે.
હળવદ: ફિલ્મ સ્ટોરીને પણ ટક્કર મારતી અને એક અબળા કે મજબૂર કિસ્સામાં હળવદ પોલીસે પોતાના ખરા અર્થમાં પોલીસ પ્રજાની મિત્ર છે તે સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. સાણંદ તાલુકાના એક ગામની યુવતી પ્રેમી સાથે હળવદ તાલુકાના સરંભડા ગામે આવી પહોંચી હતી. જ્યાં પરણીત પ્રેમીએ તેની પત્ની સાથે રહેવાનું મન બનાવી લેતા અને પોતાના ઘરેથી તરછોડાયેલી યુવતી આઘાતમાં સરકી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -