અમરેલીઃ નાના ભાઈને લઈ 10મા ધોરણની પરીક્ષા આપવા જતાં નડ્યો અકસ્માત, બંનેના મોતથી અરેરાટી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભટવદર ગામના બે સગા ભાઈઓના મોત થતાં આખામાં અરેરાટી વ્યાપી ગઈ છે. જ્યારે આ અકસ્માતને કારણે મૃતકોના પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. હાલ પોલીસે બંને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, આજે સવારે ધોરણ-9માં અભ્યાસ કરતાં યુવરાજ સોલંકીને લઈ ઋત્વિજ સોલંકી ભટવદરથી ધોરણ દસની પરીક્ષા આપવા માટે નીકળ્યા હતા. દરમિયાન ગામની નજીક ડમ્પરે તેમની બાઇકને ટક્કર મારતાં બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ગામ લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત પછી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે.
અમરેલીઃ લાઠીના ભટવદર ગામ પાસે બાઈક પર જઈ રહેલા બે ભાઈઓને ડમ્પરે ટક્કર મારતાં બંનેના ઘટનાસ્થળે જ મોત થયા છે. ધોરણ 10માં ભણતાં ઋત્વિજ સોલંકીને આજે સામાજિક વિજ્ઞાનનું પેપર હોવાથી નાના ભાઈ યુવરાજ સાથે બાઇક લઈને પેપર દેવા જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત નડ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -