હિંમતનગરઃ યુવકને ભાભી સાથે હતા શારીરિક સંબંધ, બદલો લેવા મોટા ભાઈ-યુવકની પત્નિએ બાંધ્યા સંબંધ, કેવો આવ્યો ભયંકર અંજામ ?
આ બાબતની પોલીસને જાણ થઇ જતાં ડમી વ્યક્તિને લીલા રંગનુ ટીશર્ટ પહેરાવી તેની આગળ લાવતાં આ જ હતો તેવો દાવો કરતાં પોલીસનો શક પાકો થઇ ગયો હતો. જેને પગલે તેની આકરી પૂછપરછ કરતાં યુવતી ભાંગી પડી હતી અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
પાસેના રેલ્વે ટ્રેક પર મજૂરીકામ કરતા ચાર ઇસમો હત્યાના દિવસે જ જતા રહ્યા હોવાની ખબર પડતાં પોલીસે તેમને રાજસ્થાનથી લાવીને ઓળખ પરેડ કરાવી હતી. રાકેશની પત્નીએ આ ઇસમો હોવા અંગે ઇન્કાર કરી દેતાં ચંદુએ તેને ખખડાવી હતી અને કહ્યું હતું કે, તારે ગમે તે બેને ઓળખી બતાવવા હતા.
રાકેશને બંનેએ કોશના બબ્બે ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. પછી તેણે મૃતકની પત્નીને બે અજાણ્યા ઇસમો હત્યા કરી તેને ઉપાડી લઇ જઇ દુષ્કર્મ કર્યુ હોવાનું જણાવવા શીખવાડી પોલીસને ગુમરાહ કરતો રહ્યો હતો. આ ઉપરાંત હત્યાની રાત્રે એક જ વ્યક્તિએ શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું મેડિકલ તપાસમાં બહાર આવ્યું હતું.
બનાવના આગલા દિવસે રાકેશે તેની પત્નીને મારી હતી. રાકેશની પત્નિએ તેની જાણ ચંદુભાઇને કરતાં તેણે કહ્યું કે, રાકેશ ઉંઘી જાય એટલે મીસ્ડ કોલ કરજે. 31મીની રાત્રે12 વાગે મૃતકની પત્નીએ મીસ્ડકોલ કરતાં ચંદુ લાલસીંગ અને કૌટુંબિક બનેવી પ્રવીણ રંગાભાઇ મુંડવાડા નજીકમાં આવેલા ખેતરમાંથી આવી પહોંચ્યા હતા.
બંને ખુલ્લેઆમ સેક્સ માણતાં તેથી તેમના પરિવારમાં અવારનવાર કંકાશ પણ થતો હતો. નાનાભાઇના પોતાની પત્નિ સાથેના અનૈતિક સંબંધોનો બદલો લેવા મોટા ભાઇ ચંદુએ નાનાભાઇની પત્ની સાથે અનૈતિક સંબંધો બાંધ્યા હતા અને બંને જણાં શારીરીક સંબંધો બાંધીને પોતાની હવસ સંતોષતાં હોવાનું ખુલ્યું હતું.
પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું કે, મૃતક રાકેશની પત્નીએ હત્યાના દિવસે રાત્રે પોતાના જેઠ ચંદુભાઇને મીસ્ડ કોલ કર્યો હતો. તેના આધારે તપાસ કરતાં છેવટે મોટો ધડાકો થયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, મૃતક રાકેશ ડાભીના લગ્ન થયે ત્રણેક વર્ષ થયા હતા. મૃતકના તેની ભાભી સાથે અનૈતિક સંબંધો હતા.
આ ઘટનાની વિગત એવી છે કે, 31 મેની રાત્રે પ્રવીણભાઇ પટેલના ખેતરમાં કામ કરતા રાકેશ લાલસીંગ ડાભી પત્ની સાથે કૂવા પરની ઓરડી આગળ સૂઇ ગયા હતા. રાકેશની હત્યા કરી તેની પત્નીને ઉઠાવી જઇ બે શખ્શોએ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ 1 જૂને મૃતકના ભાઇ ચંદુ ડાભીએ ગાંભોઇ પોલીસ મથકમાં નોંધાવી હતી.
આ ઘટનામાં મૃતક યુવકને ભાભી સાથે અનૈતિક સેક્સ સંબંધો હતા. તેની જાણ મોટા ભાઈને થતાં તેણે નાના ભાઈની પત્નિ સાથે સેક્સ સંબંધો બાંધ્યા હતા. ઘટનાની રાત્રે મૃતકની પત્નિએ જેઠ તથા બનેવી સાથે મળીને યુવકની હત્યા કરી. એ પછી યુવતીએ જેઠ સાથે સેક્સ માણ્યું અને પછી બળાત્કારની ફરિયાદ નોંધાવી.
હિંમતનગર: હિંમતનગર પાસેના બેરણા ગામના સીમમાંથી 10 દિવસ અગાઉ રાત્રે યુવકની હત્યા કરી તેની પત્નીને ઉઠાવી જઇ 2 નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદમાં એલસીબી પોલીસે તપાસ કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વાસ્તવમાં આ ઘટના પારિવારિક અનૈતિક સંબંધો જવાબદાર હોવાનુ ખુલ્યું છે.