બાપુએ ભરતસિંહને હટાવવા રાહુલ ગાંધીને ક્યાં સુધીનું અલ્ટિમેટમ આપ્યું? કોંગ્રેસમાં ચાલી રહી છે શું ચર્ચા? જાણો વિગત
બાપુ કોઈ નિર્ણય કરે તો આઠથી દસ ધારાસભ્યો પણ તેમની સાથે તેમના નિર્ણયને અનુસરે તેમ મનાય છે તો ચારેક ધારાસભ્યો શંકરસિંહ વાઘેલા નિર્ણય કરે કે ના કરે, ભાજપ પ્રવેશ માટેનો નિર્ણય કરી ચૂકયાનું જાણવા મળી રહ્યુ છે. બાપુના પુત્ર મહેન્દ્રસિંહનું નામ પણ આ ધારાસભ્યોમાં હોવાનો દાવો થઈ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલ સાથેની મુલાકાત અને હાઈકમાન્ડને અલ્ટીમેટમની વાત બાદ બાપુ અજ્ઞાતવાસમાં છે. બાપુ વસંત વગડા ખાતે છેલ્લા અઠવાડીયાથી અંગત ધારાસભ્યો, ટેકેદારો સાથે જ ચર્ચા કરી રહ્યા છે જેને શકિત પ્રદર્શન કે આકરા નિર્ણય પહેલાની વાટાઘાટો એવું નામ પણ અપાઈ રહયુ છે.
બાપુની નારાજગીથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના 150ના લક્ષ્યાંકમા તથા રાજ્યસભાની ત્રણેય બેઠકો ભાજપે જીતવાના ટારગેટને સફળ બનાવી શકે છે તેવા ભયનું લખલખુ હાલ કોંગ્રેસમાં પ્રવર્તે છે ત્યારે બાપુ કેમેય માનતા ન હોઈ કોંગ્રેસનું રાજકારણ ગોરંભાયુ છે.
બીજી તરફ કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાવાનું ગંભીરપણે વિચારી રહ્યા છે. મંગળવારે કોંગ્રેસના ધારાસભ્યોનાં જુદાં જુદાં જુથ અલગ અલગ રીતે અમદાવાદ કે આજુબાજુના ફાર્મ હાઉસ ખાતે મળ્યા હતા અને વિચારોનું આદાન-પ્રદાન થયું હતું. આ પૈકી કેટલાકે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય લઈ લીધાના હોવાના અહેવાલ છે.
એવી પણ ચર્ચા છે કે હાઈકમાન્ડ બાપુની માંગણી સામે થોડું ઝૂક્યું છે અને વિધાનસભાની ચૂંટણીમાં આગળ કરવા ઓબીસી ચહેરો આપવા સૂચન કર્યું છે. જો કે બાપુ પોતાને જ આગળ કરવાના મામલે મક્કમ છે. બાપુ છેલ્લે દિલ્લી ગયા ત્યારે અશોક ગેહલોતની હાજરીમાં રાહુલ ગાંધી સમક્ષ બેધડક રીતે પોતાના મનની વાત મૂકી દીધી હતી.
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના નેતાઓ ‘ઓલ ઈઝ વેલ’ની વાતો કરી રહ્યા છે ત્યારે એવી ચર્ચા છે કે શંકરસિંહ વાધેલાએ દિલ્હી જઈને કોંગર્સે હાઈકમાન્ડને સાફ સાફ અલ્ટીમેટમ આપી દીધું છે કે 13 જૂન અને મંગળવાર સુધીમાં પ્રદેશ પ્રમુખ પદેથી ભરતસિંહ સોલંકીને હટાવી દેવાય તથા વિધાનસભાની ચૂંટણીનું સુકાન પોતાને સોંપી દેવાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -