✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરેન્દ્રનગરઃ માતા સાથે સેક્સ સંબંધ રાખનાર પુરુષને પુત્રે માથામાં હથોડાના ઘા મારી પતાવી દીધો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Sep 2016 09:45 AM (IST)
1

સુરેન્દ્રનગરઃ શહેરના મેલડી પરા વિસ્તારમાં રહેતા આધેડ ગઈ કાલે બાઇક પર જતાં હતા, ત્યારે પાંચ શખ્સોએ તેમને આતરીને ઝઘડો કર્યો હતો અને આ પછી એક યુવકે આધેડને માથામાં હથોડાના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. આ ઘટનામાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. મૃતક રામસંગભાઈ ઠાકોરને આરોપીની માતા સાથે અનૈતિક સંબંધો હતો. જેની જાણ પુત્રને થતાં આધેડની હત્યા કરી નાંખી હોવાનું સામે આવ્યું છે.

2

પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, રામસંગભાઈ અને નરેન્દ્રની માતાને અનૈતિક સંબંધો હતો. જેની જાણ નરેન્દ્રને થતાં તેણે માતા સાથે ઝઘડો કર્યો હતો અને આ પછી તેમની વચ્ચે અબોલા થઈ ગયા હતા. દરમિયાન નરેન્દ્રએ પોતાના મિત્રો સાથે મળીને રામસંગભાઈને ઠાર કરવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. જેને ગઈ કાલે અંજામ આપ્યો હતો.

3

બીજી તરફ રામસંગભાઈના પરિવારે હત્યારાઓની ધરપકડ કરવાની માગ સાથે હોબાળો મચાવી દીધો હતો. મૃતકના પરિવારજનોએ પાંચેય આરોપીઓ પકડાય પછી જ મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવાની માંગ કરી હતી. એટલું નહીં, આરોપીઓને પકડવામાં ન આવે તો કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી. પરિણામે મોડી રાત સુધી પરિવારજનોને સમજાવવા માટે પોલીસે મનામણા શરૂ કર્યા હતાં.

4

આ અંગેની વધુ વિગતો જોઇએ તો રામસંગભાઈ ગઈ કાલે સવારે નવ વાગ્યે બાઇક લઇને સત્યનારાયણ સોસાયટીના રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન હથિયાર સાથે ધસી આવેલા લાલો ઉર્ફે નરેન્દ્ર હઠિસિંહ ઠાકોર, ગોપાલ હઠીસિંહ ઠાકોર, અજય બાબુભાઇ કાઠી, ધમેન્દ્ર પ્રતાપભાઇ ઠાકોર, ભાવેશ નવઘણભાઇએ રામસંગભાઇને આંતરી લીધા હતા. આ પછી તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આ સમયે ઉશ્કેરાયેલા લાલા ઉર્ફે નરેન્દ્ર હથોડાના ઘા મારીને રામસંગભાઈ હત્યા કરી નાંખી હતી.

  • હોમ
  • ગુજરાત
  • સુરેન્દ્રનગરઃ માતા સાથે સેક્સ સંબંધ રાખનાર પુરુષને પુત્રે માથામાં હથોડાના ઘા મારી પતાવી દીધો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.