પાલનપુરઃ યુવતીને લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યાએ બાંધ્યા સેક્સસંબંધ, પછી શું થયું?
પાલનપુરઃ શહેરના યુવકે પરિણીત યુવતીને લગ્નની લાલચ આપીને અલગ અલગ જગ્યાએ ફરવા લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં યુવક અને તેના બે મિત્રો સામે ફરિયાદ નોંધાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, પાલનપુરની કામિની(નામ બદલ્યું છે) થોડા સમય પહેલા ગામના જ ચૌધરી યુવકના સંપર્કમાં આવી હતી. યુવતી પોતે પરણીત છે, જેને યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવાના શરૂ કરી દીધા હતા.
યુવતીએ અશોક ચૌધરી, નરેશ ચૌધરી અને વિપુલ ચૌધરી સામે ફરિયાદ નોંધાવી છે. જેમાંથી બે યુવકોએ યુવતીની બહેનની છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ યુવકે કામિની સાથે અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી યુવતીએ લગ્ન કરવાનું કહેતા યુવકે ઇનકાર કરી દીધો હતો અને પછી યુવતીને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. ત્યારે યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -