✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોરસદનાં નગર સેવક પ્રજ્ઞેશ પટેલ પર ફાયરિંગ કરાવનાર ચંદ્રેશ પટેલ થાઈલેન્ડથી ઝડપાયો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Jan 2017 01:09 PM (IST)
1

ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞેશ પટેલ પર ફાયરિંગ કેસમાં રવિ પૂજારી બનાવ બાદ પિક્ચરમાં આવ્યો હતો. રવિ પૂજારીએ સુરેશ પિલ્લઈને ફોન કરીને તુમ ચિંતા મત કરો, યે ગુના મૈં મેરે સર પે લે રહા હૂં, એમ કહ્યું હતું. આમ, પૂજારીએ પોતાનો ખોફ ફેલાવવા માટે આ જવાબદારી પોતે સ્વીકારી હોવાનું બહાર આવ્યું હતું.

2

હત્યાની સોપારી આપનાર ચંદ્રેશ પટેલ વિદેશમાં છુપાયો હોવાનું તપાસમાં બહાર આવતાં ગુજરાત એટીએસની ટીમને ચંદ્રેશ થાઈલેન્ડના પ્રાટુનામ વિસ્તારમાં છુપાયો હોવાની માહિતી મળતાં ત્યાંની એજન્સી અને થાઈલેન્ડની પોલીસનો સંપર્ક કર્યો હતો અને આજે તેની ધરપકડ કરાઈ હતી. ગુજરાત એટીએસની એક ટીમ આરોપી ચંદ્રેશને લેવા થાઈલેન્ડ રવાના કરાઈ છે અને બે દિવસમાં તેને અમદાવાદ લાવી કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ કરવામાં આવશે.

3

બોરસદના અપક્ષ કાઊન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર ફાયરિંગના મામલે પોલીસ તપાસમાં ફરાર ચંદ્રેશ પટેલની માતાએ ચૂંટણીમાં ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી, ચૂંટણીમાં પ્રજ્ઞેશ પટેલ જીતી જતાં તેમની વચ્ચે રાજકીય અદાવત ઊભી થઈ હતી, જેનો બદલો લેવા માટે ચંદ્રેશ પટેલ અને તેના સાગરીત શ્યામગીરીએ ગેંગસ્ટર રવિ પૂજારીને સોપારી આપી હતી. રવિ પૂજારીએ મુંબઈમાં રહેતા તેના શાર્પશૂટર સુરેશ પાં‌ન્ડિયન પિલ્લઈને પ્રજ્ઞેશની હત્યા કરવા જણાવ્યું હતું.

4

ગુજરાત એટીએસની ટીમને આરોપી ચંદ્રેશ પટેલને થાઈલેન્ડમાં છુપાયો હોવાની બાતમી મળતાં ત્યાંથી પોલીસને જાણ કરી હતી. થાઈલેન્ડની પોલીસે તેને ઝડપી લીધો હતો. ગુજરાત એટીએસની ટીમ આરોપીને લેવા થાઈલેન્ડ રવાના થઇ ગઈ છે અને બે દિવસમાં તેને અમદાવાદ લાવવામાં આવશે તેમ એટીએસ સૂત્રોએ જણાવ્યું હતું.

5

અમદાવાદઃ આણંદ ચોકડી પાસે અપક્ષ કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર 13 જાન્યુઆરી,2017ના રોજ ફાયરિંગ થવાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. કાઉન્સિલર પર અજાણ્યા શખ્સોએ ધડાધડ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં આજે ATS અને ગુપ્તચર વિભાગ દ્ગારા આ મામલે ગેંગસ્ટર રવિ પૂજારીને સોપારી આપનાર ચંદ્રેશ પટેલની થાઈલેન્ડમાંથી ધરપકડ કરાઈ છે.

  • હોમ
  • ગુજરાત
  • બોરસદનાં નગર સેવક પ્રજ્ઞેશ પટેલ પર ફાયરિંગ કરાવનાર ચંદ્રેશ પટેલ થાઈલેન્ડથી ઝડપાયો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.