ફિક્સ પગારદારો માટે આવતા અઠવાડિયે હજુ બીજી મોટી જાહેરાત કરાશે, જાણો સુપ્રીમ કોર્ટમાં છે ક્યારે સુનાવણી ?
ગુજરાત સરકારે ફિક્સ પગારદારોના પગારોમાં વધારો કર્યો પણ તેમને દર વર્ષે કેટલો પગારવધારો મળશે તેની જાહેરાત નથી કરી. આવતા અઠવાડિયે ગુજરાત સરકાર આ જાહેરાત પણ કરશે તેવું આ સૂત્રોએ જણાવ્યું છે. ફિક્સ પગારદારોને વરસે 4000 સુધીનો પગાર વધારો મળે તેવી જાહેરાત થવાની શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNSUI membઆ ઉપરાંત કાયમી થઈ ચૂકેલા ફિક્સ પગારદારોને ક્યા લાભો મળશે તેની સ્પષ્ટતા પણ થશે. સરકારી નિયમ પ્રમાણે પે ગ્રેડ મેળવવા માટે વરસો નહીં પણ ઈન્ક્રીમેન્ટ ગણાય છે. સરકાર પ્રોબેશનનાં પાંચ વર્ષ સળંગ ગણે ત્યારે તેમને પાંચ ઈક્રીમેન્ટને સમકક્ષ ગણશે કે નહીં તે અંગે ભારે ગૂંચવાડો છે. આ અંગે પણ સ્પષ્ટતા કરાશે તેવું મનાય છે. ers demand an account of NDA government's 100 days in office at Gujarat University in Ahmedabad on Tuesday. Express Photo Javed Raja. 02.09.2014.
ફિક્સ પગારદારોના પગાર વધારા પછી તેમને મળનારા બીજા લાભો અંગે પણ ગૂંચવાડો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પગાર વધારાની જાહેરાત કરી ત્યારે કહ્યું હતું કે ફિકસ પગારદારોને બીજાં ભથ્થાં પણ મળશે. આ ભથ્થાં સરકારે જાહેર કરેલા પગારમાં સમાવિષ્ટ છે કે અલગથી અપાશે તે અંગે પણ સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા કરાશે.
હવે સુપ્રીમ કોર્ટમાં 31 જાન્યુઆરીએ આ કેસની સુનાવણી થવાની છે ત્યારે ગુજરાત સરકાર ફિક્સ પગારદારો માટે પોતે લીધેલાં પગલાં અંગે એફિડેવિટ કરશે. એ વખતે ગુજરાત સરકાર ફિક્સ પગારદારોને દર વર્ષે કેટલો પગાર વધારો આપવામાં આવશે તેની એફિડેવિટ કરશે તેવી શક્યતા છે.
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ મુદ્દે એફિડેવિટ કરવા આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આ મામલે 10 જાન્યુઆરીએ સુનાવણી હતી. એ વખતે સરકારે એફિડેવિટ કરવાની હતી પણ ચીફ જસ્ટિસ હાજર નહોતા તેથી ગુજરાત સરકારે એફિડેવિટ કરવાનું ટાળ્યું હતું. જો કે સરકારે પગાર વધારાની જાહેરાત કરી નાંખી હતી.
સુપ્રીમ કોર્ટે ફિક્સ પગારદારોના પગારમાં વધારો કર્યો તે માટે સુપ્રીમ કોર્ટે કાઢેલી ઝાટકણી જવાબદાર છે. સુપ્રીમ કોર્ટે ફિક્સ પગારદારોને મામલે સરકારને આડે હાથ લઈને તેને નાદાર કરવાની ચીમકી આપી પછી ગુજરાત સરકારને ફિક્સ પગારદારોના પગારમાં વધારો કરવાની ફરજ પડી હતી.
ગાંધીનગરઃ ગુજરાત સરકારે સરકારી વિભાગો, કેડરમાં કાર્યરત ફિક્સ પગારદારોની માગણીઓને સ્વીકારી તેમના પગારમાં જંગી વધારો કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતના કારણે ફિક્સ પગારદારો ખુશ છે ત્યારે સરકાર તેમને હજુ વધુ ખુશ કરી દેશે તેવું સરકારી સૂત્રોએ જણાવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -