BJPનો ખેસ પહેરેલી તસવીરો વાયરલ મામલે પાસ કન્વીનર મનોજ પનારાએ શું કર્યું? જાણો વિગત
આ અંગે ખુલાસો કરતા મનોજ પનારાએ કહ્યુ છે કે, હું બહાર જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં મને બીજેપીના કાર્યકરો મળી ગયા હતા. આ દરમિયાન એક કાર્યકરે મને ખેસ પહેરાવી દીધો હતો જે મેં તેમને પરત આપી દીધો હતો. હું પાસનો કાર્યકર જ છું અને મારા સમાજ માટે આંદોલન કરતો રહીશ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ કહ્યુ કે, અમે પેટા ચૂંટણી માટે પ્રચાર માટે નીકળ્યા હતા તે દરમિયાન મનોજ પનારા પર અમારી સાથે પ્રચારમાં આવ્યા હતા. બીજેપીને સમર્થન કરતી કોઈ પણ વ્યક્તિ અમારી સાથે આવીને પ્રચાર કરી શકે છે.
શનિવારે મોરબીમાં મનોજ પનારાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ તસવીરોમાં તે બીજેપીના કાર્યકરો સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યો હોય તેવું બતાવવામાં આવ્યું હતું. એક તસવીરમાં મનોજ પનારાએ બીજેપીનો ખેસ પણ પહેરી રાખ્યો છે. આ બનાવ બાદ અનેક બીજેપી કાર્યકરોએ આ પોસ્ટ મૂકીને મનોજ પનારાને બીજેપીમાં આવકાર્યો હતો. હાલ મોરબીમાં પાલિકાની પેટા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ પ્રચાર કરી રહ્યા છે.
નોંધનીય છે કે, ભાજપના અનેક નેતાઓએ સોશિયલ મીડિયામાં આ તસવીરો પોસ્ટ કરીને મનોજ પનારાને ભાજપમાં જોડાવવા માટે અભિનંદન પાઠવ્યા હતાં. મનોજ પનારાની કેસરિયો ખેસ પહેરેલી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
મનોજ પનારાએ જણાવ્યું હતું કે, મને જબરદસ્તીથી ખેસ પહેરાવામાં આવ્યો હતો ત્યાર બાદ મોબાઈલમાં તસવીર પાડવામાં આવી હતી. આ તસવીરને વાયરલ પણ કરવામાં આવી હતી. જેનાથી મારી આંદોલનકારી તરીકેની પ્રતિષ્ઠાને ઢેસ પહોંચી છે. મારા વ્યક્તિગત અને સામાજિક જીવનને નુકસાન કરવાનું કાવતરૂં ભાજપના કાર્યકર્તાઓએ કર્યું છે. હું ભાજપમાં જોડાયો નથી. આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મોરબી પીઆઈને અરજી આપી છે.
મોરબીમાં શનિવારે પાસના કન્વીનર મનોજ પનારાની ભાજપનો ખેસ પહેરેલી તસવીરો વાયરલ થઈ હતી. તેમાં મનોજ પનારાએ મોરબી પોલીસ સ્ટેશને એફઆઈઆર માટે અરજી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -