✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

15 જૂન સુધીમાં થઈ શકે છે રાજ્યમાં પહેલો વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 May 2017 09:26 AM (IST)
1

2

ચોમાસું આંદામાન અને નિકોબારમાં ૧૭ મેની સત્તાવાર તારીખ અગાઉ જ પહોંચી ગયું છે, જેને કારણે કેરળમાં પણ આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જોકે આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહોમાં ચોમાસું વહેલું આવી ગયું છે તેને કારણે કેરળમાં પણ તે વહેલુ પહોંચે તેવું કહી ચોક્કસ કહી શકાય નહીં.

3

‘નૈઋત્ય બાજુથી ઘેરા અને મજબૂત પવનો તેમજ ગાઢ વાદળો અને વરસાદ સાથે ચોમાસુ બંગાળના દક્ષિણપૂર્વ અખાત, નિકોબાર દ્વીપસમૂહો, દક્ષિણ આંદામાન દરિયા અને ઉત્તરી આંદામાન દરિયાના અનેક ભાગોમાં પ્રવેશ્યું છે’ તેમ હવામાન ખાતાએ કહ્યું છે. જોકે હવામાન ખાતાના ડિરેક્ટર જનરલ કે જી રમેશે કહ્યું હતું કે ‘ચોમાસુ નિયત સમય કરતાં વહેલું કેરળમાં પહોંચશે તેવી આગાહી કરવી હાલ ઘણી વહેલી ગણાશે. કેરળમાં પહેલી જૂને જ ભારતમાં નૈઋત્યના ચોમાસાનું સત્તાવાર આગમન મનાય છે.’

4

દેશના મોટા ભાગના રાજ્યો કાળઝાળ ગરમીથી શેકાઈ રહ્યાં છે..ગરમીની વચ્ચે એક રાહતના સમાચાર આવી રહ્યાં છે.30 મે બાદ દેશમાં ચોમાસુ દસ્તક દઈ શકે છે..કેરળ બાદ 15 દિવસમાં રાજયમાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે..ગુજરાતમાં 15 જુનની આસપાસ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

5

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે રવિવારે જણાવ્યું કે, સાઉથ વેસ્ટ મોનસૂન 3 દિવસ પહેલા જ નિકોબાર આઈલેન્ડ પહોંચી ગયું છે. આશા છે કે, આવનારા 72 કલાકમાં તે સમગ્ર અંડમાન સાગરને કવર કરીને બંગાળની ખાડી તરફ આગળ વધશે. આવનારા 4 દિવસ સુધી માછીમારોને સમુદ્રમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. અંડમાન સાગર અને બંગાળની ખાડીમાં પ્રી-મોનસૂન એક્ટિવીટ શરૂ થઈ ગઈ છે. એજન્સીઓ અનુસાર ચાલુ વર્ષે વરસાદ સામાન્ય રહેશે અને 1 જૂન સુધી કેરળ પહોંચવાની ધારણા છે. ગુજરાતમાં પણ મોનસૂન વહેલું સક્રિય થવાની ધારણા છે. ‘નૈઋત્ય બાજુથી

  • હોમ
  • ગુજરાત
  • 15 જૂન સુધીમાં થઈ શકે છે રાજ્યમાં પહેલો વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.