આંદામાનમાં ચોમાસું 3 દિવસ વહેલું પહોંચી ગયું, જાણો ગુજરાતમાં ક્યારે પહોંચશે મોનસૂન
આગામી થોડાક દિવસોમાં આ વિસ્તારોમાં વરસાદ પડશે.’ જોકે હવામાન ખાતાએ આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. હવામાન ખાતાએ બેથી ત્રણ દિવસ સુધી આંદામાન-નિકોબાર દ્વીપસમૂહમાં ભારે વરસાદની ચેતવણી આપીને માછીમારોને દરિયાઇ વિસ્તારોમાં ન જવા ચેતવણી આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન ખાતાએ જણાવ્યું છે કે ‘નૈઋત્યનું ચોમાસુ બંગાળના અન્ય ભાગોમાં આગળ વધી શકે કે માટેની સ્થિતિ સાનુકૂળ છે. જેમાં આગામી ૭૨ કલાકમાં તે આંદામાન દરિયા, આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહોના થોડાક વધુ ભાગો અને બંગાળના પૂર્વ-મધ્ય અખાતને આવરી શકે છે.
વરસાદની આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાઇમેટના મુખ્ય હવામાનશાસ્ત્રી મહેશ પાલાવતે કહ્યું છે કે ચોમાસું પહેલી જૂને એટલે કે સમયસર બેસી જવાની પૂરેપૂરી શક્યતા છે કેમ કે તે માટેની સ્થિતિ સાનુકૂળ છે. ગુજરાતમાં પણ ચોમાસું 15-16 જૂન આસપાસ પહોંચવાની ધારણા છે. કેરળમાં મોનસૂન એક્ટિવીટી શરૂ થયાના 15-16 દિવસમાં ગુજરાતમાં ચોમાસું સક્રીય થતું હોય છે જેના કારણે ધારણા છે કે, આગામી 15-16 જૂનથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ જશે.
નવી દિલ્હીઃ હવામાન વિભાગે રવિવારે જણાવ્યું કે, સાઉથ વેસ્ટ મોનસૂન 3 દિવસ પહેલા જ નિકોબાર આઈલેન્ડ પહોંચી ગયું છે. આશા છે કે, આવનારા 72 કલાકમાં તે સમગ્ર અંડમાન સાગરને કવર કરીને બંગાળની ખાડી તરફ આગળ વધશે. આવનારા 4 દિવસ સુધી માછીમારોને સમુદ્રમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. અંડમાન સાગર અને બંગાળની ખાડીમાં પ્રી-મોનસૂન એક્ટિવીટ શરૂ થઈ ગઈ છે. એજન્સીઓ અનુસાર ચાલુ વર્ષે વરસાદ સામાન્ય રહેશે અને 1 જૂન સુધી કેરળ પહોંચવાની ધારણા છે. ગુજરાતમાં પણ મોનસૂન વહેલું સક્રિય થવાની ધારણા છે.
‘નૈઋત્ય બાજુથી ઘેરા અને મજબૂત પવનો તેમજ ગાઢ વાદળો અને વરસાદ સાથે ચોમાસુ બંગાળના દક્ષિણપૂર્વ અખાત, નિકોબાર દ્વીપસમૂહો, દક્ષિણ આંદામાન દરિયા અને ઉત્તરી આંદામાન દરિયાના અનેક ભાગોમાં પ્રવેશ્યું છે’ તેમ હવામાન ખાતાએ કહ્યું છે. જોકે હવામાન ખાતાના ડિરેક્ટર જનરલ કે જી રમેશે કહ્યું હતું કે ‘ચોમાસુ નિયત સમય કરતાં વહેલું કેરળમાં પહોંચશે તેવી આગાહી કરવી હાલ ઘણી વહેલી ગણાશે. કેરળમાં પહેલી જૂને જ ભારતમાં નૈઋત્યના ચોમાસાનું સત્તાવાર આગમન મનાય છે.’
ચોમાસું આંદામાન અને નિકોબારમાં ૧૭ મેની સત્તાવાર તારીખ અગાઉ જ પહોંચી ગયું છે, જેને કારણે કેરળમાં પણ આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જોકે આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહોમાં ચોમાસું વહેલું આવી ગયું છે તેને કારણે કેરળમાં પણ તે વહેલુ પહોંચે તેવું કહી ચોક્કસ કહી શકાય નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -