અમરેલીઃ મહિલા દત્તક પુત્ર સાથે શારિરિક સુખ માણતી હતી ને પતિ આવી ગયો, જાણો પછી શું થયું?
બંનેની કબૂલાત મુજબ રમેશભાઈમાં ખામી હોવાના કારણે તેમને સંતાન ન થતા હોવાથી તેમણે વાસ્તુપાલને દત્તક લીધો હતો. તેનું દિકરા તરીકે લાલન પાલન અને પોષણ કરતા હતા. તે તેમની સાથે જ ઘરમાં રહેતો હતો. રમેશભાઈ વાડીમાં કામે ગયા હોય અને મોડી રાત્રે પાણી વાળવું, દેખરેખ રાખવી વગેરે કામ કરતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજા દિવસે કમળાએ કહ્યું હતું કે, મોડી રાત્રે રમેશ ઝઘડો કરીને કયાંક જતો રહ્યો છે. બાદમાં કૂવામાંથી રમેશની લાશ મળી હતી. પોલીસે કમળા અને વસ્તુપાલની પૂછપરછ કરતે તેમણે રમેશભાઈ બંનેને કઢંગી હાલતમાં જોઈ ગયેલા તે કબૂલ્યું હતું. પોલીસે આકરી પૂછપરછ કરતાં તેમણે રમેશની હત્યા કર્યાનું કબૂલ્યું હતું.
કમળાબેન અને દત્તક પુત્ર બંને એકલા જ ઘરે રહેતા હતા. વાસનાની આગમાં માતા પુત્રના સંબંધોને લજવીને બંને વચ્ચે આડા સંબંધો બંધાઈ ગયા હતા. રમેશ ઘરે ન હોય ત્યારે બંને એકાંતમાં સેક્સ માણતા હતા. વાસનાના આ ખેલ માટે બંનેએ મળીને રમેશભાઈનું ઢીમ ઢાળી દેતાં બંને પણ જેલમાં જતાં પરિવારનો માળો વીખાઈ ગયો છે.
હત્યા અંગે વાડીના માલિક જોરૂભાઈ ઓઢાભાઈ વાળાએ ચલાલા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ધારીના માણાવાવથી ગોપાલગ્રામ જવાના રસ્તે તેમની જમીન આવેલી છે. આ વાડીમાં રમેશભાઈ ચંપાભાઈ રાણા ત્રણ માસથી ભાગીયું રાખીને રહેતા હતા. તેમના પત્ની કમલાબેન અને દત્તક પુત્ર વસ્તુપાલ પણ સાથે રહેતા હતા.
રમેશના કહેવા પ્રમાણે તેની પત્ની કમળા અને તેનો દત્તકપુત્ર વાસ્તુપાલ બંને નગ્નાવસ્થામાં હતાં અને શારીરિક સુખ માણતાં હતાં. બંનેને કઢંગી હાલતમાં સાથે સૂતા જોઈ તેમણે ઝગડો કરતાં બંનેએ લાંબા સમયથી બંને વચ્ચે અનૈતિક સંબંધો છે તે કબૂલ્યું હતું. તે સમયે સમજાવીને વાળાએ મામલો થાળે પાડયો હતો.
ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ધારી તાલુકાના માણાવાવામાં 7 ફેબ્રુઆરીના રોજ મૂળ રાજસ્થાનના રમેશ ચંપાભાઈ રાણાની ખેતરના કૂવામાંથી લાશ મળી હતી. રમેશ રાણા માણાવાવમાં જોરૂભાઈ ઓઢાભાઈ વાળાના ખેતરમાં મજૂરી કામ કરતા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
અમરેલીઃ ધારી તાલુકાના માણાવાવમાં થોડા દિવસ પહેલાં કૂવામાંથી યુવકની લાશ મળી તે મુદ્દે મોટો ખુલાસો થયો છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે મરનારની પત્ની અને દત્તક પુત્ર વચ્ચે આડા સંબંધો હતા. યુવક બંનેને સેક્સ માણતાં કઢંગી હાલતમાં જોઈ ગયો હોવાથી બંનેએ મળીને તેનુંનું ઢીમ ઢાળી દઈને લાશને કૂવામાં ફેંકી દીધી હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરી હતી. ઘટનાના પગલે ભારે ચકચાર જાગી છે.
પોલીસને પ્રાથમિક પૂછપરછમાં અકસ્માતે કૂવામાં પડી જવાના કારણે મોત થયાનું કહેવાયું હતું તેથી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી. દરમિયાન,પોસ્ટ મોર્ટમના રિપોર્ટમાં હત્યા કરીને લાશને કૂવામાં ફેંકી દેવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થતા ખળભળાટ મચી ગયો હતો.
વાડી માલિક ભાગીયાને આ વાડી સોંપીને પોતાના વતનમાં દોઢેક માસથી ઉપડી ગયા હતા. 6 ફેબ્રૂઆરીના રોજ પરત આવ્યાં ત્યારે રમેશ અને તેના પત્ની એકબીજા સાથે ઝઘડો કરતા હતા. રમેશે વાડી માલિકને જણાવ્યું કે આજે વહેલી સવારે તે ઘરે આવ્યા ત્યારે જે દૃશ્ય જોયું તેના કારણે તેમને આઘાત લાગી ગયો હતો.
બંનેએ કરેલી કબૂલાત પ્રમાણે, ઝગડાની રાત્રે જ વાસ્તુપાલે રમેશભાઈના માથામાં પાવડાનો ઘા મારીને ઢીમ ઢાળી દીધું હતું અને બાદમાં તેની સાવકી માતા કમ પ્રેમિકા કમળા સાથે મળીને લાશને કૂવામાં નાખી દીધી હતી અને ઘટનાને છુપાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -