અંકલેશ્વરઃ સાવકી માતાએ પહેલા પુત્રને બેભાન કર્યો ને પછી ગળું દબાવીને કરી નાંખી હત્યા, જાણો શું હતું કારણ?
અંકલેશ્વરમાં મધુવન સોસાયટીમાં રહેતાં સતીષ પાટીલનો 17 વર્ષીય પુત્ર વિવેક ગત શનિવારે બપોર બાદ લાપત્તા બન્યો હતો. આ જ રાતે સતીષના અન્ય મકાનના કંપાઉન્ડમાંથી વિવેકનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના મોઢામાંથી ફીણ નીકળતું હોવાથી તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યકત કરવામાં આવી હતી. પોલીસે બે તબીબોની પેનલ મારફતે પીએમ કરાવતાં ગળુ દબાવાથી શ્વાસ રૂંધાઇ જતાં વિવેકનું મોત થયું હોવાનો પ્રથમ દર્શનીય રીપોર્ટ આવ્યો હતો. મૃતક વિવેકની માતા લતાબેને પતિ સતીષની બીજી પત્ની રોહિણીબેન સામે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.
પોલીસે રોહિણીબેનની કડકાઇથી પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને પારિવારિક ખટરાગમાં હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. એટલું જ નહીં, મૃતક વિવેકના ચંપલ અને મોબાઈલનો નિકાલ કરવામાં સોસાયટીના વોચમેન સુધાકર લાલચંદ સિમ્પીએ મદદ કરી હોવાની બહાર આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. પોલીસે જોગર્સપાર્ક કેનાલ પાસેથી મોબાઈલ અને જ્યા ચંપલ નિકાલ કર્યો હતો, ત્યાંથી ચંપલ પણ કબ્જે કર્યા હતા.
વિવેક તેની સાવકી માતાને કણાની જેમ ખુંચતો હતા. જેણે વિવેકને ઉગાઉ પણ બે વાર મારવાનો પ્રયાસ કર્યો હતો. માતાને કણાની જેમ ખુંચતા વિવેકને પહેલા પણ બે વાર મારવાનો પ્રયાસ સાવકી માતા દ્વારા કરવામાં આવ્યો હતો. વર્ષ 2009માં વિવેકની સોપારી આપીને સાવકી માતાએ તેનો કાંટો કાઢવા પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ 2011માં વિવેકને ઉંઘની ગોળી આપીને મોતને ઘાટ ઉતારવાનો કારસો રચ્યો હતો.
સાવકી માતાએ વિવેકને દવાના સ્વરૂપમાં ઝેરી દવા પીવડાવી દેવામાં આવી હતી. સાંજે 5 વાગ્યા સુધી વિવેકનો મૃતદેહ તેના પલંગ પર જ રહેવા દેવામાં આવ્યો હતો. જે બાદ ચોકીદારનો સંપર્ક કરી મૃતદેહને પેટી પલંગમાં સંતાડી દીધો હતો. વિવેક નહીં મળતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ના મોબાઈલ ફોન ઉપર પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરવા છતાં કોઈજ ભાળ મળી ના હતી. પરિવારજનોએ દીકરાની કોઈ જ ભાળ ન મળતા આખરે તેના ગુમ થયા અંગેની ફરિયાદ GISD પોલીસ મથકમાં દાખલ કરાવી હતી.
અંકલેશ્વર: ગુજરાતના શિવસેના પ્રદેશ ઉપ પ્રમુખના યુવાન પુત્રની હત્યામાં ચોંકાવનારો ધડાકો થયો છે. સતીષ પાટીલના પુત્ર વિવેક પાટીલની સાવકી માતાએ જ વિવેકની હત્યા કરી હતી. સાવકી માતાએ પહેલા પુત્રને બેભાન કર્યો હતો અને પછી ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. ત્યારે જાણવા મળ્યું છે કે, સાવકી માતાને પુત્ર વિવેક આંખમાં કણાની જેમ ખૂંચતો હતો અને અગાઉ બે વાર તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેની સાવકી માતાની ઘરપકડ કરી છે. વિવેક ઉર્ફે બાદલની હત્યામાં સાવકી માતાને સાથ આપનાર વોચમેનની સંડોવણી બહાર આવતા પોલીસે ઘરના વોચમેનની પણ ઘરપકડ કરી હતી.