અંકલેશ્વરઃ સગી જનેતાએ 15 વર્ષની દીકરીને પોતાના પ્રેમી સાથે વારંવાર સેક્સની પાડી ફરજ
સગીરાના પિતાએ ફરિયાદ કરી છે કે, પૂર્વ પત્નીનો પ્રેમી જીતેન્દ્ર પટેલ છેલ્લા એક વર્ષથી પોતાની સગીર દીકરી સાથે બળજબરી કરતો હતો. સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેની માતાનો પ્રેમી જીતેન્દ્ર પટેલ સગીરાની મરજી વિરુદ્ધ છેલ્લા એક વર્ષથી બળાત્કાર ગુજારતો હતો. તે સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજારતો હતો. ત્યારે આ સગીરાના પિતાને આ અંગે જાણ થતાં તેને પૂર્વ પત્નીના પ્રેમી જીતેન્દ્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, અંકલેશ્વરમાં દંપતી વચ્ચે ખટરાગ થયા પછી એક વર્ષ પહેલા બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા. છૂટાછેડા પછી સગીર દીકરી માતા સાથએ રહેતી હતી. ત્યારે તેની માતાએ જે જીતેન્દ્ર પટેલ સાથે પ્રેમસંબંધ ધરાવતી હતી, તેને પોતાની 15 વર્ષની દીકરી સોંપી દીધી હતી.
અંકલેશ્વરઃ મા-દીકરીના સંબંધને લજાવે તેવો કિસ્સો અંકલેશ્વરમાં સામે આવ્યો છે. ખૂદ સગી જનેતાએ જ પોતાની સગીર દીકરીને પ્રેમીને હવાલે કરી દેતા તેના પર ચારે તરફથી ફિટકાર વરસી રહ્યો છે. માતાના પ્રેમીએ સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર સંબંધ બાંધ્યા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -