વિધર્મી યુવકોએ ગણેશજીના પ્રસાદ પર કર્યો પેશાબ, પાકિસ્તાનનો ધ્વજ ફરકાવ્યો, ગુજરાતમાં ક્યાં બની આ ઘટના ? જાણો વિગત
ગોપાલ રણછોડદાસે કહ્યું હતું કે બાદમાં મેં તેમને તેમ ન કરવા રોક્યા હતા પરંતુ વિધર્મી યુવકોએ તેમના પર અને તેમની ભાભી પર હુમલો કરી દીધો હતો. ત્યારબાદ શોભાયાત્રા અટકી પડી હતી. રાષ્ટ્રવિરોધી તત્વો તિક્ષ્ણ હથિયારો સાથે આવ્યા હતા અને હાથમાં પાકિસ્તાનનો કાગળનો ધ્વજ લહેરાવતા આવ્યા હતા.પોલીસે કાર્યવાહી કરતા મુસ્તકીમ સલીમ વોર, ફારુક વોરા, સોએબ અલ્લારખા વોરા, રાહીલ વોરાને ઝડપી પાડ્યા હતા.
મળતી વિગતો અનુસાર, ઉમરેઠમાં નીકળેલી શ્રીજીની સવારી ઓડ બજારમાંથી પસાર થઇ રહી હતી. ઉમરેઠ પાલિકાના કાઉન્સિલર કનુભાઈ શાહના ભાઈ ગોપાલ રણછોડદાસના કહેવા મુજબ કેટલાક મુસ્લિમ યુવકોએ પ્રસાદ લીધા બાદ તેના પર લઘુશંકા કરી રહ્યા હતા.
ઉમરેઠઃ ઉમરેઠમાં ગણેશ વિસર્જન દરમિયાન નીકળેલી શોભાયાત્રામાં ઓડ બજાર નજીક કેટલાક વિધર્મીઓએ ગણેશજીની પ્રસાદનું અપમાન કર્યું હતું. આ ઘટના બાદ તેમને સમજાવવા ગયેલા ભાજપના કાઉન્સિલરના ભાઇ અને તેમની પત્ની પર વિધર્મી યુવકોએ હુમલો કર્યો હતો અને તેમને ગંભીર ઇજા પહોંચાડી હતી. ભારે દબાણ બાદ પોલીસે ચાર લોકોને ઝડપ્યા હતા. આ ઘટનાના વિરોધમાં હિન્દુઓ દ્ધારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.