હાર્દિક પટેલને જેલમાં ગોંધી રાખવા પોલીસે કર્યો કેવો હલકો દાવ ? જાણો વિગત
આવતી કાલે બુધવારે હાર્દિક પટેલની જામીન અરજી મામલે સુનાવણી થાય એ સંજોગોમાં હાર્દિક પટેલ તથા દિનેશ બાંભણિયા બંનેને જામીન મળી જવાની શક્યતા છે. આ કેસમાં ફરિયાદી એવા નરેન્દ્ર પટેલ તથા દિલીપ સાવલિયા બંનેએ હાર્દિકની તરફેણમાં કોર્ટમાં એફિડેવિટ કરી છે તેથી હાર્દિકનો છૂટકારો નક્કી મનાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસની ગણતરી એવી હશે કે, કોર્ટ લાંબી મુદત પાડી દેશે અને તેને લાંબો સંમય જેલમાં રાખી શકાશે. જો કે કોર્ટે પોલીસની આ ગણતરીને ઉંધી પાડી દેતાં હાર્દિક પટેલની જામીન અરજી માટે આવતી કાલ ને બુધવારની તારીખ આપી છે. કોર્ટે પોલીસને તાકીદ કરી છે કે, જામીન અરજી મામલે પોલીસ બુધવારે કાગળો રજૂ કરે.
પોલીસનું વલણ જોતાં એવી છાપ ઉભી થઈ છે કે, પોલીસ હાર્દિક પટેલને બને એટલો લાંબો સમય જેલમાં રાખવા માગે છે. હાર્દિક સામેનો કેસ અઠવાડિયા જૂનો છે અને તેને પોલીસે ત્રણ દિવસાન રીમાન્ડ પર પણ રાખ્યો હતો. આ સંજોગોમાં હાર્દિકની જામીન અરજીની સુનાવણી વખતે કાગળો તૈયાર નથી એ કારણ હાસ્યાસ્પદ લાગે છે.
પાટણઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલને આજે પાટણ પોલીસે કોર્ટમાં રજૂ ના કરતાં તેની જામીન અરજી પર સુનાવણી શક્ય નહોતી બની. પોલીસે હાર્દિક પટેલને કોર્ટમાં રજૂ નહીં કરવા માટે એવું કારણ આપ્યું હતું કે, કેસને લગતા કાગળો તેણે તૈયાર કર્યા નથી તેથી હાર્દિકને હાજર નહીં કરી શકાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -