કપડવંજ: બે યુવાનોએ મહિલાનું અપહરણ કરીને સેક્સ માણ્યું પછી નરાધમોએ મહિલા.............
મૃતક સંગીતાબહેનનો ભત્રીજો ગોપી ઉર્ફે ભલો ઘરેથી વસ્તુ લેવા નિકળ્યો હતો. આ સમયે જ તેણે જયંતિ અને લાલાભાઈની સાથે બાઇક પર કાકીને જતાં જોયાં હતાં. આથી, તેણે પીછો કરવા તે એક ટ્રેક્ટરમાં બેસી ગયો હતો અને નિરમાલી સીમમાં ઉતરી ગયો હતો તે ખેતર સુધી પહોંચી ગયો હતો.
જયંતીભાઈ વાદી અને લાલાભાઈ વાદીએ પોલીસની પૂછપરછમાં ગોળ ગોળ જવાબ આપ્યાં હતાં. આ ઉપરાંત પોતે ઘટના સ્થળે ન હોવાના બહાના બતાવ્યાં હતાં. જોકે, પોલીસે તમામ હકિકતનું ક્રોસ ચેક કરતાં તેઓ ખોટાં પડ્યાં હતાં. જેને પગલે પોલીસને શંકા દ્રઢ બની હતી.
ભોગ બનનારાં સંગીતાબેન દેવીપૂજકના ભાઈ કિરણભાઇ નગીનભાઇ દેવીપૂજકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સૌ પ્રથમ સંગીતાબેનના ભત્રીજા ગોપી ઉર્ફે ભલો ગિરીશભાઇ દેવીપૂજકની પૂછપરછ કરી હતી. જેમાં જયંતિ બબાભાઇ વાદી તથા લાલો રમેશભાઇ વાદીના નામ ખૂલ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
જેને નિરમાલી ગામની સીમમાં લઈ આવ્યા બાદ આ બંન્ને હવસખોરોએ આ મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ નદરમિયાન સંગીતાબેનનો ભત્રીજો ગોપી ઉર્ફે ભલો ગિરીશભાઇ દેવીપૂજક આવી પહોંચતાં આ બનાવ તે જાહેર કરી દેશે તેવી દહેશતથી જયંતિ અને લાલાએ ગોપી ઉર્ફે ભલાની સાથે બળજબરીપૂર્વક સેક્સ માણ્યું હતું. ત્યાર બાદ મહિલાના ગળા પર પગ મૂકી તેની હત્યા કરી નાંખી હતી. જોકે બાદમાં પુરાવાનો નાશ કરવાના હેતુથી આ નરાધમોએ સંગીતાબેનનો મૃતદેહ નિર્વસ્ત્ર કરી દિવેલાના ખેતરમાં નાંખી ફરાર થઈ ગયા હતા.
કપડવંજ તાલુકાના જોરામાં મોટી ઝેર ખાતે રહેતા સુકેશભાઇ ઉર્ફે મુકેશભાઇ દેવીપૂજકના પત્ની સંગીતાબેનનું મોટીઝેર ચોકડી પરથી જયંતિ બબાભાઇ વાદી તથા તેનો કુટુંબી અને શિહોરાનો રહીશ લાલો રમેશભાઈ વાદીએ મોટીઝેર ચોકડીથી અપહરણ કર્યુ હતું.
નડિયાદ: કપડવંજ તાલુકાના નિરમાલી સીમમાંથી 29 ઓક્ટોબરે મહિલાની નિર્વસ્ત્ર હાલતમાં મળેલા મૃતદેહના પ્રકરણમાં 5 દિવસ પછી બે નરાધમે ભત્રીજા સાથે સંભોગ કરાવી મહિલાનું કાસળ કાઢ્યું હોવાનું પર્દાફાશ થયો હતો. આ કેસમાં પોલીસે ભત્રીજા સહિત ત્રણની ધરપકડ કરી લીધી છે. મહિલાનું અપહરણ કરી તેને નિરમાલી લઈ ગયા બાદ તેની પર દૂષ્કર્મ આચર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.