નાંદોદઃ યુવકે બે લગ્નની વાત છૂપાવી યુવતી સાથે બાંધ્યા સેક્સસંબંધ, જાણો પછી શું થયું?
રાજપીપળાઃ નાંદોદના તરોપા ગામની આદિવાસી યુવતીને લગ્નની લાલચ આપી યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. પોઈચાના યુવકે પોતાના બે લગ્ન થઈ ગયા હોવાની વાત છૂપાવીને યુવતીને ફસાવી હતી અને તેની સાથે સંબંધો વિકસાવ્યા હતા. આ અંગે યુવતીને જાણ થતાં તેણે રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, નાંદોલ તાલુકાના પોઇચાનો વતની ભદ્રેશ ઉર્ફે રોની દિનેશ બારિયાને તરોપા ગામની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. આ પ્રેમસંબંધ શારીરિક સંબંધોમાં પરિણમ્યા હતા. ભદ્રેશ યુવતીને લગ્નની લાલચ આપીને ભોગવતો હતો. જોકે, તેના અગાઉ બે લગ્ન થઈ ગયા હોવાની વાત યુવતીથી છૂપાવી હતી.
જોકે, યુવતીને ભદ્રેશના અગાઉ બે લગ્ન થઈ ગયા હોવાની જાણ થતાં તેણે ભદ્રેશ સાથે આ અંગે વાત કરી હતી. ત્યારે ભદ્રેશ ઉશ્કેરાઇ ગયો હતો અને યુવતીને માર માર્યો હતો. એટલું જ નહીં, યુવતીને નજરકેદ કરી તેના પરિવારજનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -