'મારા મકાન માલિક પર ખોટો કેસ કરીને જેલમાં પૂરી દીધો એટલે મને કોઈ મકાન ભાડે નથી આપતું'
હાર્દિકે વધુમાં જણાવ્યું કે, હું હાલ અમદાવાદના ગ્રીનવૂડ સ્થિત જે મકાનમાં રહું છું એ મકાનનો ભાડા કરાર 20 જાન્યુઆરી, 2019ના રોજ પૂરો થવા જઈ રહ્યો છે, જો કે એ પહેલાં જ વહેલી તકે મકાન ખાલી કરાવવા મકાન માલિક પર ભાજપ દ્વારા ઉપરથી દબાણ કરાવવામાં આવી રહ્યું છે. મને મકાન ભાડે આપનાર મકાન માલિક પર પણ ભાજપ સરકારે ખોટા કેસ કરીને તેને જેલમાં ધકેલી દીધો છે. તેથી હવે ભાજપ સરકારના ભયથી મને કોઈ મકાન ભાડે આપવા તૈયાર થતું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશંકરસિંહના ટેકેદારના મકાનમાં રહેવા જવાની કે મારા એનસીપીમાં જોડાવાની વાત તદ્દન પાયાવિહોણી છે. જો મને કોઈ મકાન ભાડે નહીં આપે તો હું વિરમગામમાં મારા ઘરે રહીને લડતને આગળ ચલાવીશ. આ અંગે સરકારમાંથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમનો સંપર્ક થઈ શક્યો નહતો.
અમદાવાદના નિકોલ, શીલજ, રાંચરડા અને ગાંધીનગર સહિત જુદી જુદી કુલ પાંચ જગ્યાએ મેં ભાડે મકાન જોયા હતા. તમામ જગ્યાએ મકાન માલિકે મકાન ભાડે આપવાનું નક્કી કર્યું ને બધું ફાઈનલ થયા પછી કોઈ રીતે ભાજપ દ્વારા તેમની ઉપર દબાણ કરવાથી કે ધમકી આપવાથી તમામ જગ્યાએથી મને મકાન ભાડે આપવાની ના પાડી દેવામાં આવી છે.
ગાંધીનગરઃ હાર્દિક પટેલના રહેઠાણને લઈને નવો વિવાદ ઉભો થયો છે. હાર્દિક પટેલે આક્ષેપ કર્યો છે કે, ભાજપના દબાણને કારણે ગુજરાતમાં કોઈ તેને મકાન ભાડે આપવા તૈયાર નથી. મીડિયા સાથે વાતચીતમાં હાર્દિકે કહ્યું કે, હું શાંતીથી રહી ન શકું, હું ગાંડો થઈ જાઉં એવા પ્રયત્નો ભાજપ દ્વારા થઈ રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -