ગુજરાતના આંગણે ‘RAW’ ફિલ્મનું ચાલી રહ્યું છે શૂટિંગ, જાણો શું છે ફિલ્મની કહાની
ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં નવાબ સમયની ઐતિહાસિક ઈસ્લામિક શૈલીની ઈમારતો હોવાથી ‘RAW’ ફિલ્મ માટે ખાસ પસંદ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું શુટિંગ ગોંડલ તેમજ અમદાવાદમાં પણ થવાનું છે. બોલીવુડમાં વધુ એક ભારત-પાકિસ્તાનના સંબંધો ઉપર ફિલ્મ બની રહી છે. ફિલ્મ લગભગ 2018ના અંત સુઘીમાં તૈયાર થઇ જવાની છે.
સમય, MP3, અને આલુ ચાટ જેવી ફિલ્મોના ડિરેક્ટર અને લેખક રોંબ્બી ગ્રેવાલ ફિલ્મની દિગ્દર્શન કરી રહ્યા છે. જોકે ફિલ્મની વાર્તાને ભારતીય સિક્રેટ સર્વિસ એજન્સી રો સાથે કંઈજ લેવા-દેવા નથી. પરંતુ હાલ થોડા સમય પહેલા રિલીઝ થયેલી આલિયા ભટ્ટની જાસૂસી ફિલ્મ ‘રાઝી’ ઉપરથી ઈન્સ્પાયર થઈને બનાવવામાં આવી રહી છે. જેમાં 1971ની પાકિસ્તાન સાથેની લડાઈ પછીની એક ઘટનાને આવરી લેવાઈ છે.
‘RAW’ ફિલ્મ સ્ટોરી અંગે વાત કરીએ તો ફિલ્મમાં જ્હોન અબ્રાહમની સાથે શુશાંતસિંહ રાજપૂત અને જેકી શ્રોફ પણ કામ કરી રહ્યા છે. રોમીઓની ભૂમિકા શુશાંતસિંહ રાજપૂત, અકબરની ભૂમિકા જ્હોન અબ્રાહમ અને વોલ્ટરની ભૂમિકા જેકી શ્રોફ અદા કરી રહ્યો છે. જ્હોન અબ્રાહમની સાથે હિરોઈન તરીકે મોની રોય આ ફિલ્મ ચમકવાની છે. જ્યારે વિલનનો રોલ અનુપમ ખેરનો પુત્ર સિકંદર ખેર કરી રહ્યો છે તેવું બોલિવૂડ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ફિલ્મની વાર્તા 1970 આસપાસની છે એટલે આ માર્કેટને કરાંચી શહેરની બજારનું રૂપ આપવામાં આવ્યું છે અને જ્હોન અબ્રાહમ ડાર્ક ગ્રીન કલરનું પઠાણી પહેરી હાથમાં એક સૂટકેસ લઈને બજારમાં જઇ રહ્યો હોય તેવું દ્રશ્ય ફિલ્માવાઈ રહ્યું છે. શુટિંગ જોવા માટે દરેક સ્થળે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.
જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘RAW’ એટલે કે ‘રોમીઓ અકબર વોલ્ટર’નું શૂટિંગ ભાવનગરના પાલિતાણાની આસપાસના વિસ્તારોમાં થયું હતું. જ્યારે થોડા દિવસ પહેલા પણ જૂનાગઢની ગલીઓ ફિલ્મનો સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. જૂનાગઢમાં સેટ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો હતો કે જાણે આ પાકિસ્તાનનો કોઈ શહેર હશે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ એક અનોખો કિરદાર અદા કરી રહ્યો છે.
અમદાવાદ: આજકાલ ગુજરાતના જૂનાગઢ, ભાવનગર અને ચરોતરમાં બોલીવુડ ફિલ્મ ‘RAW’ એટલે ‘રોમીઓ અકબર વોલ્ટર’નું શૂટિંગ ચાલી રહ્યું છે. બોલીવુડ અભિનેતા જ્હોન અબ્રાહમ અને જેકી શ્રોફ શુટિંગ માટે ગુજરાતના આંગણે આવ્યા છે. હાલ ભાવનગરના પાલિતાણામાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ જ્હોન અબ્રાહમનું જૂનાગઢમાં શૂટિંગ થયું હતું.