ગાંધીનગરઃ ફી નિયમન માળખુ જાહેર, જાણો સ્કૂલો કેટલી વસૂલી શકશે ફી?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Feb 2018 08:32 PM (IST)
1
ઉપરાંત ચુડાસમાએ જણાવ્યું હતું કે, ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહની ફી 25 હજાર નક્કી કરવામાં આવી છે જ્યારે વિજ્ઞાન પ્રવાહની ફી 27 હજારથી વધારી 30 હજાર રૂપિયા કરવામાં આવી છે.
2
પત્રકાર પરિષદને સંબોધતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક શાળાઓ માટે ફી 15 હજાર રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે માધ્યમિક શાળાઓ માટે 25 હજારની ફી નક્કી કરવામાં આવી છે.
3
ગાંધીનગરઃ ઉચ્ચ ફી વસૂલતી સ્કૂલો સામે લડી રહેલા વાલીઓ માટે રાહતના સમાચાર છે. સરકાર દ્ધારા રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેનું ફી માળખુ જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળાનું ફી માળખુ જાહેર કર્યું હતું.