આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ પડી શકે છે વરસાદ? જાણો વિગત
આજે અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ મનમૂકીને વરસ્યો હતો. જેમાં ભિલોડમાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત હિંમતનગરમાં 5 ઈંચ અને ઈડરમાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે સૌરાષ્ટ્રના પંથકમાં પણ વરસાદની શક્યતા છે. વરસાદી સિસ્ટમ સક્રિય રાજસ્થાન તરફ આગળ વધી રહી હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે. શનિવારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને બનાસકાંઠામાં વરસાદ પડ્યો હતો.
જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદઃ શનિવારે બપોર બાદ વીજળીના કડાકા સાથે અમદાવાદ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જ્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. હવામાન ખાતા દ્વારા આગામી 24 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -