છોટુભાઈ વસાવાને હરાવવા નીતિશ કુમારે ખેલ્યો એવો દાવ કે સાંભળીને ચકરાઈ જશો, જાણો વિગત
વર્ષોથી છોટુભાઇ વસાવા જેડીયુના તીરના નિશાન પરથી લડતા આવ્યાં છે પણ હવે તીરનું નિશાન નિતીશકુમારના જેડીયુને મળી ગયું છે. છોટુભાઇ વસાવા નામધારી અન્ય ઉમેદવાર તીરના નિશાન પરથી ચૂંટણી લડશે. હાલમાં એક જ નામના બે ઉમેદવારથી લોકો આશ્રર્યમાં મૂકાઈ ગયા છે. જોવાનું એ રહે છે કે જેડીયુ(નીતિશકુમાર) તેમની ચાલમાં સફળ થાય છે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તમામ ઉમેદવારીપત્રોમાં સૌથી રસપ્રદ બાબત હતી કે વર્તમાન ધારાસભ્ય છોટુભાઇ વસાવા નામધારી બે ઉમેદવારો, ધારાસભ્ય છોટુભાઇ વસાવાએ આ વખતે ભારતીય ટ્રાયબલ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. તેઓ રિક્શાના નિશાન પરથી લડશે.
આશરે 350 ગામડા અને 318 મતદાન ઘરાવતી આ વિઘાનસભા બેઠકમાં 3,32,261 મતદારો સામે 318 મતદાન મથકો ચુંટણી પંચ દ્વારા ફાળવવામાં આવ્યા છે. કુલ 21 ઉમેદવારી પત્રોના ઉપાડ સામે 6 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા ઝગડિયા બેઠકમાં ચુંટણીના માહોલમાં ગરમાવો આવી રહ્યો છે.
નામને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ઝઘડિયા બેઠક પર ભાજપ, બીટીપી અને જેડીયુના ઉમેદવારોએ ડમી સહિત કુલ 10 ઉમેદવારીપત્રો ભરાયા છે. ઝગડિયા-વાલીયા-નેત્રંગ તાલુકા મળી 152 ઝગડિયા વિઘાનસભા બેઠક બનાવવામાં આવી છે.
ભરૂચ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ પક્ષો ગુજરાતના મતદારોને આકર્ષવા માટે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ઝઘડિયા વિધાનસભા બેઠક પર છોટુભાઇ વસાવાની સામે છોટુભાઇ વસાવાએ ઉમેદવારી નોંધાવી છે. વર્તમાન ધારાસભ્ય છોટુભાઇ વસાવા ભારતીય ટ્રાયબલ પાર્ટીના રિક્શાના નિશાન પરથી લડશે જ્યારે સમાન નામધારી છોટુભાઇ વસાવા જેડીયુના તીરના નિશાન પરથી ઝંપલાવશે. છોટુભાઈ વસાવાને હરાવવા નીતિશ કુમારે એવો દાવ ખેલ્યો છે કે તમે પણ વિચારમાં પડ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -