સુરતઃ હત્યારા બાપનો સવાલ, નિવ મારો દીકરો નહોતો તો પછી હું તેને મોટો કરીને શું કરવા મિલકતમાં ભાગ આપું?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિશિતને શંકા હતી કે, તેની પત્નિને અન્ય પુરૂષ સાથે સેક્સ સંબંધ છે અને તેના કારણે નિવનો જન્મ થયો છે. આ શંકા ધીરે ધીરે મજબૂત બની અને છેલ્લા દસ દિવસથી આ મામલે બંને વચ્ચે ઝગડા પણ થતા હતા. નિશિતે પત્નિના લગ્નેતર સંબંધો હોવાની શંકા રાખીને પોતાના પુત્રની હત્યા કરી નાંખી છે.
આ મુદ્દે જિલ્લા પોલીસ વડા ડો. મહેશ નાયકે જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન નિશીતે જણાવ્યું કે, નિવ મારો દીકરો નથી તો હું શા માટે તેને મોટો કરું અને મારી મિલકતમાં ભાગ આપું? તેમણે ઉમેર્યું કે, નિશિતની હજુ પૂછપરછ ચાલુ છે અને નિવને શોધવા માટે ટીમ કામે લગાવી છે.
પોલીસની પૂછપરછમાં એવી વિગત પણ બહાર આવી છે કે, નિવની હત્યાને અંજામ આપવા માટે નિશિતે મીંઢોળા નદીના પુલની રેકી કરી હતી. બારડોલી ખાતે ભારે વાહન વ્યવહારની અવર જવર હોવાથી તેણે હાઈવે નં 53ના પુલને પસંદ કર્યો હતો અને ત્યાં જ પોતાના પુત્રને નદીમાં નાંખીને હત્યા કરી દીધી હતી.
બારડોલી: આખા રાજ્યને હચમચાવી નાંખનારા અઢી વર્ષના નિવ પટેલ નામના છોકરાના અપહરણ કાંડમાં પોલીસ રિમાન્ડમાં નિવના હત્યારા બાપ નિશીતે કબૂલ્યું હતું કે, નિવ મારો છોકરો નથી એવી મને શંકા હતી. તેણે સામો સવાલ કર્યો કે, એ મારો છોકરો નથી તો તેને મારે મારી મિલકતમાંથી શા માટે ભાગ આપવો?
- - - - - - - - - Advertisement - - - - - - - - -