ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતી પર ‘પાસ’ કાર્યકરોએ ફેંકી શાહી? જાણો કેમ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કાર્યકરે શાહી ફેંકતા જ મામલો વધુ બીચક્યો હતો. કુલપતિ પર આ શાહી ફરજ પરથી છૂટા કરવામાં આવેલા કર્મચારીએ જ ફેંકી હતી. ત્યાર બાદ પાટણ પોલીસે શાહી ફેંકનારા વ્યક્તિની અટકાયત પણ કરી લીધી હતી.
ત્યાર બાદ તેઓ યુનિવર્સિટી ભવનમાં ચાલી રહેલી સેનેટ સભ્યોની કારોબારી મીટિંગમાં પહોંચ્યા હતાં. જ્યાં ‘પાસ’ના કાર્યકરોએ પહેલાં કુલપતિને આવેદન પત્ર આપ્યું અને ત્યાર બાદ એક પાસ કાર્યકરે કુલપતિ પર શાહી ફેંકી હતી.
આ અંગે સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને છૂટો કરવામાં આવતા ‘પાસ’ કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. આ ‘પાસ’ કાર્યકરોએ ભવનની લોખંડી જાળી તોડીને યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો હતો.
બેફામ બનેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના આ કાર્યકરોએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બી.એ. પ્રજાપતિ પર શાહી ફેંકીને હદ વટાવી નાખી હતી. તેમાં પણ આશ્ચર્યની વાત તો એ છે કે, આ ઘટના દરમિયાન પોલીસ લાચાર બનીને તમાશો જોઈ રહી હતી.
પાટણઃ હાલ લોકોમાં સહનશક્તિ ઘટી રહી છે અને કોઈપણ બાબતમાં તુરંત જ કાયદો હાથમાં લઈ લે છે અથવા તો કાદવ-કીચડ પણ ઉછાળતાં જોવા મળે છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. યુનિવર્સિટીમાં ઈલેક્ટ્રિક વાયરમેનને છૂટો કરવાના આરોપસર ‘પાસ’ના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -