ભાજપના ક્યાં સાંસદે કહ્યું, વાઈન વગર ચૂંટણી જીતી શકાય નહીં, જાણો વિગત
પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, એલ જે પી અમારો સાથી પક્ષ જ છે હું અહીંયાથી જતો હતો અને મને કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યો છે. મેં આશાવર્કર બહેના પગારના પ્રશ્ને તેમને કહ્યું હતું કે, આપણે વડાપ્રધાનને મળી હલ લાવવાનો પ્રયાસ કરીશું. આગામી 2019ની લોકસભાની ચુંટણીમાં હું જ જીતવાનો છું પણ વાઈન બાબતે મૌન રહીશ.
આગામી ૩ ટર્મ સુધી પણ હું જ ભાજપ તરફથી લોકસભાની ચુંટણી લડવાનો છું. પંચમહાલ જીલ્લામાં મને કોઈ હરાવી શકે તેમ છે નથી. તેમજ પહેલા ચુંટણી વાઈન વગર જીતાતી નહોતી પણ મેં વાઇન જોયો નથી અને પ્રણામીધર્મનો ચુસ્ત અનુનાયી છુ઼ં.
પ્રભાતસિંહે કહ્યું હતું કે, ગત લોકસભાની ચુંટણીઓ દરમિયાન હું જંગી બહુમતીથી જીત્યો છું અને આગામી 2019ની લોકસભાની ચુંટણીમાં પણ હું 2.5 લાખની બહુમતીથી હું જીતવાનો જ છું.
ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે, પંચમહાલમાં મને કોઈ હરાવી શકે તેમ નથી તેવું કહીને તેમના રાજકીય વિરોધીને ચેતવણી આપી હોય તેમ લાગી રહ્યું હતું. વિવાદીત નિવેદનને લઈને સ્થાનીક રાજકરણમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
ગોધરા: ગોધરાના સર્કીટ હાઉસ ખાતે પડતર પ્રશ્નોને લઈને આશા વર્કર બહેનો સાથે લોકજન શક્તિ પાર્ટીની મીટિંગ રાખવામાં આવી હતી. આ મીટિંગમાં પંચમહાલ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે પહેલા વાઈન વગર ચુંટણી જીતાતી નથી તેવું વિવાદીત નિવેદન આપ્યું હતું.