ગુજરાતીના બોર્ડના પેપર બાદ વિજ્ઞાન પ્રવાહનું પેપર થયું લીક, પેપર લીક થતાં અનેક તર્ક વિતર્ક
મામલતદારના આવ્યાના અડધા કલાક બાદ તાળું ખોલવામાં આવ્યું હતું. તે પણ તાળાને તોડવામાં આવ્યો હતો. શાળાની ઓફિસમાંથી ઝેરોક્ષ મશીન મળી આવ્યું હતું અને ઓફિસની કચરાપેટીમાંથી ધોરણ 10ના પેપરની ટુકડાઓ મળી આવ્યા હતા. આ બનાવ સામે આવ્યા બાદ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
દાહોદના ક્લેક્ટર જે. રણજીતરુમારને ફોન પર કોઈએ ફરિયાદ આપી હતી. ફરિયાદ મળતાની સાથે જ ક્લેક્ટરે મામલતદાર એન.કે પટેલને તપાસ કરવા માટે રવાના કરી દીધા હતા. તપાસ કરવા પહોંચેલા મામલતદારને પણ ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. શાળાની ઓફિસ પર તાળું મારી દેવામાં આવ્યું હતું, જેથી તપાસ કરવામાં ઘણો બધો સમય વેડફાયો હતો. તે સમયે શાળા સંચાલકોએ પણ તાળું ખોલવા માટે સાથ સહકારો આપ્યો ન હતો.
સોમવારે બોર્ડની પરીક્ષા શરૂ થયા બાદ સમાચાર આવ્યા હતા કે, દાહોદની એમ. એન્ડ પી. હાઈસ્કૂલમાં ધો.10નું પેપર લીક થયું છે. સ્કૂલના એક રૂમમાં ગુજરાતીના પેપરની ઝેરોક્ષ કરવામાં આવી હતી. એટલું જ નહીં ગુજરાતીના પેપરની ઝેરક્ષના ટુકડા પણ મળી આવ્યા હતા.
જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જનરલ સેક્રેટરિ નજમુદ્દીન ગાંગરડીવાળા, યુનિટ-2ના સુપરવાઈઝર પી.એમ. પટેલ તેમજ યુનિટ-1ના આચાર્ય ડી.કે. પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી પોલીસ ફરિયાદ નોંધાવી છે. અધિકારી દ્વારા દાહોદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સોમવારે ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. આ વચ્ચે સમાચાર આવ્યા હતા કે દાહોદમાં ધોરણ-10નું ગુજરાતીનું પેપર લિક થયાના સમાચાર આવ્યા હતા.
રિપોર્ટ પ્રમાણે ધોરણ-10નું વિજ્ઞાન અને ટેક્નોલોજીનું પેપર લીક થયું છે. સોશિયલ મીડિયા પર હાલ આ પેપરની તસવીરો ફરી રહી છે.
દાહોદઃ ગુજરાત બોર્ડની પરીક્ષા શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ પેપર લીક થયું હોવાનું બીજી વખત સામે આવ્યું છે. દાહોદમાં બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે ગુજરાતીનું પેપર લીક થયા બાદ ફરી એક વખત પેપર લીક થયું છે.