અમદાવાદઃ રાણીપ શાકમાર્કેટમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન મહિલાનું ડરના કારણે મોત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં લાલદરવાજાથી લઈને મેધાણીનગર, દાણીલીમડા અને કાંકરિયામાં ટ્રાફિક પોલીસની સાથે અમદાવાદ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત ગુજરાતમાં ટ્રાફિક અને દબાણ પર સરકારે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. હાઇકોર્ટની ટકોર પછી અમદાવાદમાં ગેરકાયદે કરાયેલાં દબાણોને દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ શહેરના 7 મહત્વપૂર્ણ એરિયામાં ટ્રાફિક ડ્રાઈવ કરશે.
શાક માર્કેટમાં 10 થી 15 જેટલા શાકભાજી અને ફ્રૂટની લારીઓ વાળા ભાગદોડ કરવા લાગ્યા હતા, જે દરમિયાન ભાગદોડમાં એક મહિલાને ડરથી હાર્ટ એટેક આવતા ત્યાં જ મોત થઇ ગયું હતું.
માહિતી પ્રમાણે, અમદાવાદના રાણીપ વિસ્તારમાં દબાણ અને ટ્રાફિક ઝૂંબેશ અંતર્ગત પોલીસ વાન વાહન હટાવવા ગઇ હતી. તે દરમિયાન શાક માર્કેટમાં કેટલાક અડચણરૂપ વાહનને હટાવવા માટે જ્યારે રિક્વરી વાન ત્યાં પહોંચી ત્યારે ડરથી લોકો ભાગવા લાગ્યા હતા.
અમદાવાદઃ છેલ્લા સાત દિવસથી અમદાવાદ શહેરમાં ચાલી રહેલી ડિમૉલિશન અને ટ્રાફિક ઝૂંબેશના પડઘાથી લોકો ડરવા લાગ્યા છે. રાણીપ વિસ્તારમાં એક મહિલાનું મોત થઇ ગયુ છે. પોલીસની રિક્વરી વાન જ્યારે વાહન હટાવવા ગઇ ત્યારે આ ઘટના બની હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -