ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાને લઈ હાર્દિક પટેલે શું કહ્યું ? જાણો વિગત
ટ્વિટમાં તેણે લખ્યું કે, ગુજરાતમાં ભારતના બીજા રાજ્યોના કામદારો પ્રત્યે નફરત જેવી વાત રહી નથી. પહેલીવાર આવું બન્યું છે. ગુજરાત માટે હિન્દી કોઈ સાવકી ભાષા નથી. અહીં ઘરે ઘરે હિન્દી ન્યૂઝ ચેનલ જોવાઈ રહી છે. લોકો શોખથી હિન્દી બોલે છે. ભારતના તમામ પ્રદેશના લોકો આપણો પરિવાર છે. ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલા અંગે દેશના વડાપ્રધાન ક્યારે બોલશે. નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું હતું કે, બિહાર અને ઉત્તરપ્રદેશ સાથે તો મારે જુનો સંબંધ છે. ગુજરાતની તમામ શ્રમ ફેક્ટરીમાં ઉત્તર ભારતીય લોકો કામ કરે છે. આજે તમામ ફેક્ટરીઓ બંધ છે. ઉત્તર ભારતનું કેટલું મહત્વ છે તે આજે સમજાયું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પટેલે અન્ય ટ્વિટમાં લખ્યું કે, ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાની નિંદા કરું છું. અપરાધીને કડકમાં કડક સજા મળે તે માટે સમગ્ર દેશ તેની સાથે ઉભો છે. પરંતુ એક અપરાધીને કારણે આપણે આખા દેશને દોષ આપી શકીએ નહીં. આજે ગુજરાતમાં 48 IAS અને 32 IPS ઉત્તર પ્રદેશ અને બિહારથી છે. આપણે બધા એક છીએ. જય હિંદ.
અમદાવાદઃ ગુજરાતમાં પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલાની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. જેને લઈ રાજ્ય સરકાર અને પોલીસ પણ ચિતિંત છે અને આ મુદ્દે સબ સલામત હોવાનું કહી રહી છે. આજે આ મુદ્દે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાત કરી હતી. આજે પાસ કન્વીનર હાર્દિક પટેલે આ ઘટનાની નિંદા કરતા ટ્વિટ કર્યા હતા.
હાર્દિક પટેલે કરેલા ટ્વિટનો સ્ક્રીન શોટ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -