નીતિશ બાદ UP સીએમ યોગી આદિત્યનાથે રૂપાણી સાથે કરી વાત, ઉત્તર ભારતીયો પર હુમલાને લઈ વ્યક્ત કરી ચિંતા
આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાતની વિજય રૂપાણી સરકાર પાસે પણ રિપોર્ટ માંગ્યો છે. ગુજરાત સરકારે દોષિતોને ઓળખીને કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું કેન્દ્રને જણાવ્યું છે. રવિવારે ગુજરાતના ડીજીપીએ કહ્યું કે, બિન ગુજરાતીઓ પર થઈ રહેલા હુમલા અંગે પોલીસે અત્યાર સુધીમાં 342 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયોગીએ કહ્યું કે, “ડરના કારણે ઉત્તર ભારતીયો ગુજરાત છોડીને જઈ રહ્યા છે. જેના પર ધ્યાન આપવું જોઈએ.” આ ઉપરાંત કોંગ્રેસ નતા અહમદ પટેલે પણ કહ્યું કે, “જો 1-2 લોકો ગુનો કરતા હોય તો તમામને નિશાન ન બનાવવા જોઈએ. જે લોકો નિર્દોષ છે તેની સુરક્ષા કરવી જોઈએ. રાજ્ય સરકારે તપાસ કરવી જોઈએ અને આ સમસ્યાનું સમાધાન શોધવું જોઈએ.”
લખનઉઃ ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાનો લઈ સમગ્ર મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ મુદ્દે રાજ્યના સીએમ વિજય રૂપાણી સાથે વાત કરી હતી. જે બાદ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ રૂપાણી સાથે ફોન પર વાત કરી હતી.
ગુજરાતના સાબરકાંઠાના ઢુંઢકમાં બાળકી સાથે રેપના આરોપમાં બિહારના એક મજૂરની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ સ્થાનિક સંગઠનોએ બિહાર, ઉત્તરપ્રદેશ અને મધ્ય પ્રદેશના લોકોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું હતું. અનેક જગ્યાએ ધમકીઓ આપવામાં આવી અને હુમલા કરવામાં આવ્યા. ડરના કારણે 5000થી વધારે લોકો ગુજરાત છોડીને પોતાના વતનમાં જતા રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -