હાર્દિક પટેલ પર ઓવારી ગયા આ નેતા, ગુજરાતમાં સરકાર બને તો મુખ્યમંત્રી બનવાની ઓફર
અરવિંદ કેજરીવાલે કહયું હતું કે 'આજના સમયમાં સમાજ આખાને એક કરવો અને બધાને સાથે લઇને ચાલવું એ બહુ સારી વાત છે. હાર્દિકનો વિરોધ કરનારો વર્ગ પોલીટીકલ પાર્ટીના પૈસા લઇને તેનો વિરોધ કરે છે, પણ હકિકત તો એ છે કે હાર્દિક આજે જે કંઇ કરી રહ્યો છે એમાં તેનો કોઇ આર્થિક સ્વાર્થ નથી. તે માત્ર સમાજ અને પોતાના પાટીદારો માટે કામ કરે છે.'
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પાસે કોઇ જાતનો અનુભવ નથી એવું જયારે કહેવામાં આવ્યું ત્યારે અરવિંદ કેજરીવાલે હસતા-હસતાં કહયું કે, 'મેરે પાસ ભી કોઇ અનુભવ નહીં થા... ઔર આજ ભી બાકી સભી નેતાઓ કે સામને મેરી કોઇ ઔકાત નહીં હૈ. સમાજ અને દેશ માટે કામ કરવાની ધગશ હોય ત્યારે અનુભવની કોઇ જરૂરીયાત રહેતી નથી. કામ જ કામને શીખવે છે.'
હાર્દિક પટેલ પર ઓવારી ગયેલા અરવિંદ કેજરીવાલે સુરતની જાહેર સભામાં પણ હાર્દિક પટેલને ખરો દેશભકત ગણાવતાં કહયું હતું કે જો દેશને હાર્દિક જેવા ૧૦૦ યુવાનો મળી જાય તો આ દેશની સકલ બદલાઇ જાય. ગઇકાલે સવારે વડોદરાથી સુરત જવા માટે બાય રોડ રવાના થયેલા અરવિંદ કેજરીવાલે ને કહયું હતું કે, 'હાર્દિક અત્યારે કોઇ પોલીટિકલ પાર્ટી સાથે જોડાવા ન ઇચ્છતો હોય તો એ તેની ઇચ્છા, પણ જો ગુજરાતમાં અમારો પક્ષ સરકાર બનાવશે તો અમે હાર્દિકને સત્તાની જવાબદારી સોંપવા તૈયાર છીએ. એ વિશે મારે પાર્ટીના નેતાઓ સાથે પણ વાત થઇ છે અને તે સૌ પણ આ વિચાર સાથે સહમત છે.'
સુરત: ગુજરાતમાં ર૦૧૭માં યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પાટીદાર આંદોલન ઇફેકટ ન પડે તે માટે ભાજપે છેલ્લા કેટલાક મહિનાઓથી ઓપરેશન પાટીદાર હેઠળ આંદોલનને થાળે પાડવામાં અંશતઃ સફળતા મેળવી છે ત્યારે ગુજરાતની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગઇકાલે વાતચીતમાં કહ્યું હતું કે જો આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભામાં બહુમતી લાવશે તો હાર્દિક પટેલને મુખ્ય પ્રધાનપદ માટે આમંત્રીત કરીશું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -