યુવક પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો અને સંબંધી જોઇ ગયા, જાણો પછી શું આવ્યો અંજામ?
રાજપીપળાઃ રાતે પોતાની પ્રેમિકાને તેના ઘરે મળવા જતાં એક યુવકને પોતાના જીવથી હાથ ખોવો પડ્યો છે. આ અંગેની વિગત એવી છે કે, દેડીયાપાડાના મીડીયાસાગના રમણ વસાવા(ઉ.વ.25)ને ગામમાં જ રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. આ પછી રમણ પ્રેમિકાને ચોરીછૂપીથી મળતાં હતા. દરમિયાન ગઈ કાલે રાતે પ્રેમિકાને તેના ઘરે મળવા જતાં આ ઘટના બની ગઈ હતી.
ઘટનાક્રમ કંઇક એવો હતો કે, રમણ રાતે પ્રેમિકાને મળવા ગયો હતો. પ્રેમિકાને મળીને તે નીકળવાની તૈયારીમાં જ હતો, ત્યાં કોઈ સંબંધી રમણને પ્રેમિકા સાથે જોઇ ગયા હતા અને રમણને બોલાવતાં તે ખૂબ ગભરાઈ ગયો હતો અને ત્યાંથી તે ભાગી ગયો હતો.
રમણ પ્રેમિકાના ઘરેથી ભાગીને નદી તરફ ગયો ગયો જ્યાં દોડતી વખતે શેવાળવાળા પથ્થર પર પગ લપસી ગયો હતો. જેના કારણે તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. આ પછી તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. દેડીયાપાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.