પારડીઃ કોલેજીયન યુવતીને ભાઇના મિત્ર સાથે બંધાયા સંબંધ, લગ્ન માટે દબાણ કરી શું આપી ધમકી?
પારડીઃ પારડી તાલુકાના મોતીવાડા ગામના મોટા ફળિયામાં રહેતી અને દમણમાં કોલેજ કરતી ભાઈના મિત્ર સાથે મિત્રતા કરવી ભારે પડી ગઈ છે. ખડકી ભંડારવાડાના માલવ અમરત ભંડારીએ યુવતી સાથે મિત્રતા કેળવી અલગ અલગ જગ્યાએ મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યા હતા અને પછી લગ્ન કરવા દબાણ કર્યું હતું. એટલું જ નહીં, યુવતી લગ્ન ન કરે તો બદનામ કરી દેવાની ધમકી આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફરિયાદને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. યુવતીની ફરિયાદ છે કે, માલવ ભંડારીએ લગ્ન કરવા ધમકી આપી અને લગ્ન ન કરે તો તેની પાસેના ફોટા વોટ્સએપ અને ફેસબૂક પર મૂકી બદનામ કરી દેશે. એટલું જ નહીં, તેણે યુવતીના પિતા અને ભાઈને મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પણ કરી છે. પોલીસે યુવતીની ફરિયાદને આધારે ગુનો નોંધી આગલની કાર્યવાહી શરૂ કરી છે.
માલવે યુવતી સાથે શરીર સંબંધ બંધાયા પછી લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જોકે, યુવતીએ ઇનકાર કરતાં માલવે તેને લગ્ન માટે દબાણ કરવા માંડ્યું હતું અને લગ્ન ન કરે તો તેના ફોટા વોટ્સએપ અને ફેસબૂક પર મૂકી બદનામ કરવાની ધમકી આપી હતી. આ ધમકીને પગલે યુવતી પારડી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને માલવ સામે ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગત એવી છે કે, મોતીવાડાની યુવતી અને ખડકી ભંડારવાડાનો માલવ યુવતીના ભાઈના કારણે સંપર્કમાં આવ્યા હતા. આ પછી બંને વચ્ચે મિત્રતા બંધાઇ હતી. માલવે યુવતી સાથે મિત્રતા કેળવ્યા પછી ઉમરગામના નારગોલ, વાપી, સેલવાસ અને દમણના દેવકા ખાતે લઈ જઈ મરીજ વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. આ સમયે માલવે યુવતીના અમૂક ફોટા પાડી લીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -