મેરેજ આલ્બમ: પરેશ ધાનાણીની કયા ગામે છે સાસરી, ક્યારે કરેલી સગાઈ, જુઓ લગ્નની તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલી જીલ્લો સમગ્ર સર કરનાર કોંગી ધારાસભ્ય પરેશ ધાનાણી પ્રથમ વખત 2002માં પુરુષોતમ રૂપાલા, બીજીવાર 2012માં દિલીપ સંઘાણી અને 2017માં પાંચ-પાંચ ટર્મના ધારાસભ્ય બાવકુ ઊંધાડને શિકસ્ત આપીને વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીની વરણી કરવામાં આવી છે.
અમરેલી: ગુજરાત કોંગ્રેસે અપેક્ષા અનુસાર અમરેલીના 41 વર્ષિય યુવા નેતા પરેશ ધાનાણીની વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. તેમણે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં અમરેલીની બેઠક પરથી ભાજપના બાવકુ ઉંધાડને મોટા અંતરથી પરાજય આપ્યો હતો. પરેશ ધાનાણીએ રાહુલ ગાંધીના વિશ્વાસુ વ્યક્તિઓમાના એક માનવામાં આવે છે. પ્રદેશ અધ્યક્ષનો વિરોધ છતાં રાહુલ ગાંધીએ પરેશ ધાનાણીના નામ પર મહોર મારી હતી.
2002માં અમરેલી બેઠક પરથી ભાજપના દિગ્ગજ પુરુષોતમ રૂપાલાને હરાવ્યા બાદ પ્રથમવાર ધારાસભ્ય બનેલા પરેશ ધાનાણીના લગ્ન સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે થયેલા હતા. ત્યારે પત્ની બનીને આવેલ વર્ષાબહેન પરેશ ધાનાણીની આખી જિંદગી બદલી નાખી છે.
પરેશ ધાનાણીએ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલી એફિડેવિટમાં તેમણે પોતાના વ્યવસાયમાં ખેતી અને સામાજિક કાર્ય દર્શાવ્યું છે. પરશે ધાનાણીએ 2000માં બી.કોમની ડિગ્રી મેળવી હતી જ્યારે તેમની પાસે કુલ રૂ. 1.15 કરોડથી વધુની સંપત્તિ છે. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રીનો સમાવેશ થાય છે. તેમની સામે કુલ ચાર જેટલા કેસ પણ નોંધાયેલા છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે ગુજરાત પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો અભાર વ્યક્ત કરતા અમરેલી જિલ્લાને આઝાદી બાદ પ્રથમ વખત વિપક્ષના નેતા પદે અમરેલીને પ્રાધાન્ય મળ્યું છે. પરેશ ધાનાણી અને વર્ષાબેન ધાનાણીના એંગેજમેન્ટ 22-7-2002માં થયા હતા.
પરેશ ધાનાણીના પિતાનું નામ ધીરજલાલ ધાનાણી છે જ્યારે પત્નીનું નામ વર્ષાબેન ધાનાણી છે. પરેશ ધાનાણીને બે પુત્રીઓ છે જેમાં એકનું નામ સંસ્કૃતિ અને બીજી પુત્રીનું નામ પ્રણાલી છે. પરેશ ધાનાણી એક ખેડૂત પુત્ર છે. જેમને સારી રીતે ખેતી કરતાં પણ આવડે છે. જ્યારે પોતે દૂધ પણ દોવે છે. જ્યારે અમરેલીમાં નવરાશની પણોમાં તેઓ એક્ટિવા લઈને નીકળે છે.
વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીનું નિવાસસ્થાન અમરેલીમાં આવેલું છે. આજે પ્રથમવાર અમરેલી જિલ્લાને ન્યાય મળ્યો હોય તેમ પરેશ ધાનાણીની વિરોધપક્ષના નેતા પદે વરણી થતાં પરેશ ધાનાણીના માતા-પિતા અને ભાઈ સહિતના પરિવારે મો મીઠા કરીને હરખ વ્યક્ત કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -