હાર્દિક પટેલને પાટણ મારામારીના કેસમાં શું મળી મોટી રાહત, જાણો વિગતે
હાલના અરજદાર સિવાયના અન્ય આરોપીઓ સામેના આ ગુનાની ફરિયાદ હાઈકોર્ટે રદ કરી છે અને આ અરજદારે પણ હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા ક્વોશીંગ અરજ કરતાં તેમાં પણ બંન્ને પક્ષ વચ્ચે સમાધાન થવાનું અવલોકન કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પટેલનો પક્ષ રાખતાં વકીલે બંન્ને પક્ષકારો વચ્ચે સમાધાન થઈ ગયેલ છે અને ફરિયાદીને પણ વાંધો કે તકરાર નથી.
જેની સુનાવણી થતાં શુક્રવારે કોર્ટે આ શરતો રદ કરી દીધી હતી. જોકે અરજદારે તેની સ્વતંત્રાનો દુરુપયોગ કરવો નહીં અને અન્ય શરતોનું પાલન ચૂસ્તપણે કરવાનો હુકમમાં જણાવ્યું છે.
અમદાવાદ: પાસ કન્વીનર હાર્દિક પટેલ હવે પાટણ શહેરની હદમાં પ્રવેશ કરી શકશે. પાટણ સેશન્સ કોર્ટે ચાર મહિના અગાઉ જામીન મંજૂર કરતી વખતે આ શરતો ફરમાવી હતી. જે રદ કરવા હાર્દિક પટેલના વકીલ આર.ડી.દેસાઈએ એડીશનલ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી કરતાં એડીશનલ સેશન્સ જજ બી.બી.પાઠકે આ શરતો રદ કરવાનો હુકમ કર્યો હતો.
ફરિયાદ થતાં હાર્દિક પટેલ, દિનેશ અને મહેન્દ્રની પોલીસે અટકાયત કરી સબજેલમાં મોકલી આપ્યા હતાં. જેઓના જામીન મંજૂર કરાયા ત્યારે કોર્ટે પરવાનગી વગર પાટણની હદમાં પ્રવેશ ન કરવો તેવી શરતો પણ મૂકી હતી. જે શરતો રદ કરવા વકીલે 30 ડિસેમ્બરે અરજી આપી હતી.
26 ઓગસ્ટે પાટણમાં એક શામ શહીદો કે નામ કાર્યક્રમમાં આવેલ મહેસાણાના નરેન્દ્ર ભાઈલાલ પટેલ સાથે નવજીવન હોટલ પર હાર્દિકના કાફલાના મહેશ પટેલ, સુનીલ ખોખરીયા, બ્રિજેશ પટેલ, ધવલ ભીમાણી સહિત અન્ય પાંચ લોકોએ રાજકોટમાં કેમ સહકાર આપતો નથી તેમ કહી હુમલો કરી મોબાઈલ તોડી નાખ્યો હતો અને સોનાનો દોરો લૂંટી લીધાની પાટણ બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -