✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપમાં જોડવા અંગે પરેશ ગજેરાએ શું કહ્યું, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Jul 2018 12:03 PM (IST)
1

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીની તમામ રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે. હવે પરેશ ગજેરા પર ભાજપની નજર ઠરી હોય તેવું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે અને એવી પણ ચર્ચાઓ પણ ચાલી રહી છે કે પરેશ ગજેરાનો ગઢ ગણાંતા એવી અમરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

2

આ અંગે નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ટ્રસ્ટની મીટિંગ મળી હતી અને તેમાં પરેશ ગજેરાએ રાજીનામું આપી દીધું હતું. ખોડલધામના પ્રમુખ બન્યા બાદ પરેશ રાજકોટ બિલ્ડર એસોસિએશન અને ક્રેડાઇનો પ્રમુખ બન્યાં હતા. આથી તેને અવાર-નવાર કામકાજ માટે બહાર જવાનું થતું હતું. સમાજનું કામ ખૂબ મોટું છે. પરેશ ગજેરાને મેં જ પ્રમુખ બનાવ્યા હતા. આગામી દિવસોમાં કોઈ યુવાનને તૈયાર કરી પ્રમુખ બનાવવામાં આવશે.

3

નરેશ પટેલે સહિત અન્ય સભ્યો સાથે મીટિંગ ચાલી રહી હતી તે દરમિયાન નરેશ પટેલે કહ્યું હતું કે, હું પ્રમુખ પદની જવાબદારી સંભાળીશ એટલે મેં કંઈ પણ વિચાર્યા વગર જ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. નરેશ પટેલ સાથે કોઈ પણ પ્રકારનો મતભેદ નથી. હું પહેલા પણ ખોડલધામ સંસ્થામાં હતો અને આજે પણ કંઈ કામ હશે તો કરવા માટે હું તૈયાર છું, તેવું પરેશ ગજેરાએ જણાવ્યું હતું.

4

પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, મેં નરેશ પટેલના કહેવાથી જ રાજીનામું આપી દીધું હતું. નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપમાં જોડાવાનો છું તે વાત તદ્દન ખોટી છે. હાલ કોઈ પક્ષમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી.

5

રાજકોટ: બે દિવસ પહેલા જ ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાએ અચાનક રાજીનામું આપી દેતાં રાજકારમાં પણ ગરમાવો જોવા મળ્યો હતો. રાજીનામાં બાદ પરેશ ગજેરા ભાજપમાં જોડાવના છે તેવી અફવાઓ પણ ચાલી હતી. જોકે પરેશ ગજેરાએ અફવાઓ અંગે મૌન તોડીને સ્પષ્ટતા કરી હતી.

  • હોમ
  • ગુજરાત
  • ભાજપમાં જોડવા અંગે પરેશ ગજેરાએ શું કહ્યું, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.