3 દિવસ પહેલાં જ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ તરીકે નિમાયેલા કયા નેતા સામે શરૂ થયો વિરોધ, જાણો વિગત
ત્યારબાદ શિસ્ત સમિતિએ તેમનો ખુલાસો સાંભળ્યા પછી પગલાં ભરવાની ભલામણ કરી હોવા છતાં તેમને જિલ્લા પ્રમુખ બનાવાતા કાર્યકરોમાં નારજગી જોવા મળી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હંમેશા કાર્યકરોને પ્રાધાન્ય આપવાની વાત કરી છે ત્યારે આ પ્રકારના નિર્ણયો કાર્યકરોમાં રોષ ઉભો કરે છે જેની અસર કોંગ્રેસે ચૂંટણીઓમાં ભોગવવી પડતી હોય છે. તેવી સ્થિતિ હાલ ફરી ઉભી થઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહત્વની વાત તો એ છે કે ભરતસિંહ સોલંકીએ જે વ્યકિત સામે પગલાં ભરવા તૈયારી કરી હતી તે વ્યકિતને અમિત ચાવડાએ જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે. કોંગ્રેસમાં સ્થાનિક નેતાઓની અવગણના નવી નથી પરંતુ પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારને પદ આપવાથી કાર્યકરોમાં નારાજગી ઉભી થવી સામાન્ય છે. તેવા સંજોગોમાં આ મુદ્દે વધુ ગરમાય તો નવાઇ નહિ.
નવસારીઃ 2019 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા નવા જિલ્લા પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી હતી. નવા જિલ્લા પ્રમુખોની નિયુકિત બાદ વધુ એકવાર વિવાદ સર્જાયો છે. 3 દિવસ પહેલા જ નવસારી જિલ્લા પ્રમુખ તરીકે સિદ્ધાર્થ દેસાઇની નિયુકિતથી વિવાદ થયો છે. સ્થાનિક નેતાઓનો અને કાર્યકરોનો આરોપ છે કે જિલ્લા પ્રમુખ થનાર વ્યક્તિએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હતી અને પૂ્ર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સમયે તેમને શો કોઝ નોટીસ પણ પાઠવવામાં આવી હતી.
નેતાઓનો દાવો તો એટલે સુધી છે કે શિસ્ત સમિતિ દ્રારા તેમની સામે સસ્પેન્શન સુધીના પગલાંની માંગ કરી હતી. સિદ્ધાર્થ દેસાઇ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને વિધાનસભા ચૂંટણી સમયે ગણદેવી વિધાનસભા બેઠક પર પક્ષ વિરોધી પ્રવૃતિનો આરોપ તેમના પર લાગ્યો હતો. સ્થાનિક ઉમેદવાર અને આગેવાનોએ શિસ્ત સમિતિને કરેલી ફરિયાદ અનુસાર તેમને 14 ફેબ્રુઆરી 2018 ના રોજ શો કોઝ નોટીસ અપાઇ હતી.
કોંગ્રેસે થોડા દિવસો પહેલાં જાહેર કરેલા જિલ્લા પ્રમુખોની યાદી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -