પાટીદાર અનામત આંદોલન શહીદયાત્રાનો રૂટ જાહેર, જાણો સમગ્ર રૂટ
17મીએ બોટાદ, 18 મીએ ભાવનગર, 19 મીએ શિહોર, પાલિતાણા, ગારિયાધાર, 20મીએ બાબરા, આટકોટ, જસદણ, 21 મીએ લીલિયા, અમરેલી, લાઠી, સાવરકુંડલા, 22 મીએ તળાજા, મહુવા, રાજુલા અને છેલ્લા દિવસે 28 મીએ ધોરાજીથી જેતલસર, જેતપુર અને છેલ્લે ખોડલધામ ખાતે સમાપન થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યાત્રામાં જે 14 યુવાનો શહીદ થયા છે તેમની પ્રતિમા હશે, પાટીદાર સમાજને અનામત મળે તેમજ સમાજ પર દમન ગુજારનારા પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી આ યાત્રાના માધ્યમથી કરવામાં આવશે.
પાસના પ્રભારી દિલીપ સાબવાએ યાત્રાનો રૂટ જાહેર કર્યો હતો. જેમાં પ્રથમ દિવસે 24 જૂને ઉંઝાથી ઉનાવા, સિધ્ધપુર, પાટણનો રૂટ રહેશે અને છેલ્લા દિવસે એટલે કે ૨૮ મી જુલાઇએ સમાપન થશે. આ યાત્રા 97 તાલુકામાં 3349 કિમીની રહેશે.
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન શહીદ યાત્રા 24 જૂનથી શરૂ થશે. ઉંઝા ઉમિયાધામથી કાગવડ ખોડલધામ સુધીના 35 દિવસની આ શહીદ યાત્રાનો પાટીદાર અનામત આંદોલન સમિતિએ રૂટ જાહેર કર્યો છે.
પાટીદાર શહીદ યાત્રાના બીજા ઝોનનો પ્રારંભ 12મી જુલાઇના રોજથી પડધરીથી ધ્રોલ ખાતેથી શરૂ થશે. જે 16મીએ રાજકોટ ખાતે પહોંચશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -