હાર્દિકે ભાજપના ક્યા બે નેતા બીજી વાર પાટણ ના આવે તેવા હાલ કરીને પાછા મોકલવા બહેનોને કરી હાકલ ? જાણો વિગત
હાર્દિક પટેલ અને એસપીજીના વડા હાર્દિક પટેલ અને લાલજી પટેલ સહીતના નેતાઓ શનિવારે પાટણ ખાતે એક મંચ પર આવીવ્યા હતા. ‘એક શામ શહીદોં કે નામ ’ નામના આ કાર્યક્રમમાં દેશ માટે સરહદ પર શહીદ થયેલા જવાનો અને અનામત આંદોલન માટે શહીદ થયેલા પાટીદાર યુવાનોના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણ: પાટણમાં ‘એક શામ શહીદોં કે નામ ’ કાર્યક્રમ પ્રસંગે યોજાયેલી જંગી જાહેર સભાને સંબોધતાં પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દીક પટેલે ફરી એક વાર આક્રમક તેવર અપનાવ્યા હતા. હાર્દિકે પાટીદારોને ફરી સજજ્ થવા અને ભાજપના નેતાઓને પાઠ ભણાવવા માટે હાકલ કરી હતી.
આ કાર્યક્રમમાં જાહેરાત કરાઈ કે, 14 પાટીદાર અને 2 અન્ય મળી કુલ 16 શહીદોના પરિવારને રૂપિયા 35 હજાર સહાય અપાશે. પાટીદાર આંદોલનના તમામ ઘાયલોને પણ રૂપિયા 35,000 સહાય અપાશે. પાસ નેતા હાર્દિક પટેલે આ માટે રૂપિયા બે લાખનું દાન પોતાના તરફથી આપવાની જાહેરાત કરી હતી.
હાર્દિકે હાકલ કરી કે કે, 28 ઓગસ્ટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા પાટણ આવી રહ્યા છે ત્યારે બહેનો તમારા હથિયાર સજાવી દો. તેઓ બીજી વાર ન આવે તેવા હાલ કરીને મોકલો. આપણા 144 પાટીદારો હજુ જેલમાં છે, તેમને બહાર કાઢવા અને અનામત લેવા હુ઼ં અને લાલજી એક જ છીએ.
હાર્દિકે આ સભાને સંબોધતાં કહ્યું કે, ગુજરાતનું દેવું 4 લાખ કરોડ છે અને આવું દેવું કરીને વિકાસ કરતાં અમને આવડે છે. હાર્દિકે ઉમેર્યું કે, મને જેલમાં 1200 કરોડ રૂપિયાની ઓફર હતી પણ આમની (શહીદ પરિવારો) આંખોના આંસુ સૂકાવા નથી દેવા ને તેમને ન્યાય અપાવવો છે તેથી કોઈ લાલચ આપણને ફસાવી નહીં શકે.
આ કાર્યક્રમમાં શનિવારે દેશની કાશ્મીર સરહદ પર 8 જવાનો શહીદ થયા તેમને શ્રધ્ધાંજલી અપાઇ હતી. પાટણના તબીબ ડો.બાબુભાઇ પટેલે રૂપિયા 85,000 અને ડો.ઉદય પટેલે 21,000 રોકડ સહાય શહીદો માટે અર્પણ કરી હતી. શહીદોના પરિવારોને લગતી 30 મીનીટની ડોક્યુમેન્ટરી કાર્યક્રમમાં દર્શાવાઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -