'ભાજપે આંદોલનકારીઓને ખરીદવા 6 પાટીદારોને જવાબદારી સોંપેલી ', હાર્દિકે કોનાં કોનાં આપ્યાં નામ ?
હાર્દિક પટેલે આ મેસેજ પોતાના ગ્રુપ તથા પાટીદારોનાં ગ્રુપમાં મોકલ્યો છે. તેના કારણે હવે પાટીદાર આંદોલનકારીઓ અને ભાજપ સરકાર તરફી પાટીદાર આગેવાનો વચ્ચે સંઘર્ષ થાય તેવી પૂરી શક્યતા છે.
આ ઉપરાંત તેણે જેરામભાઈ વાંસજાળિયા ( સિધ્ધસર ઉમિયા ધામના પ્રમુખ ) અને સી.કે.પટેલ ( વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ )ને પણ આંદોલનકારીઓને ખરીદવાની જવાબદારી સોંપવામાં આવી હતી તેવો આક્ષેપ કર્યો છે. જેરામભાઈ પહેલાં હાર્દિક અને સરકાર વચ્ચે સમાધાન કરાવવા પ્રયાસ કરતા હતા.
હાર્દિકે વધુમાં લખ્યું છે કે, ભાજપ આંદોલન તોડીને આંદોલનકારીઓને ખરીદી રહી હતી એ સાબિત થઇ ગયું છે. જે લોકો પોતાના ઈમાન અને સમાજ સાથે સોદા કરતા હોય એ લોકોનો ભરોસો ના કરાય. હાર્દિકે આ મેસેજમાં આંદોલનકારીઓને ખરીદવાની જવાબદારી છ લોકોને સોંપાઈ હતી તેવો આક્ષેપ કર્યો છે.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) અને હાર્દિક પટેલ દ્વાર શરૂ કરાયેલા પાટીદાર અનામત આંદોલનને તોડવા માટે ભાજપ સરકારના ઈશારે નાણાં અપાયાં હતાં તેવા આક્ષેપ કરતા વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે.
હાર્દિકે લખ્યું છે કે, ભાજપ સરકારે આંદોલનકારીઓને ખરીદવાની જવાબદારી બટુક મોવલિયા ( સુરતના ઉદ્યોગપતિ ), મુકેશ ખેની ( સુરતના ઉદ્યોગપતિ ), વિમલ પટેલ ( સુરતના ઉદ્યોગપતિ ), મનસુખ પટેલ ( નીતિનભાઈ પટેલના ખાસ)ને સોંપી હતી.
આ વીડિયોના પગલે હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર મેસેજ મોકલીને પોતાના જૂના સાથીઓ કરોડો રૂપિયામાં વેચાયા હોવાના આક્ષેપ કર્યા છે. હાર્દિકે આ મેસેજમાં લખ્યું છે કે, આંદોલનકારીઓને પૈસાના જોરે આંદોલનથી દૂર કરીને હાર્દિક પટેલ પર આરોપો કરનારા લોકોએ પૈસા લઈને હાર્દિક પટેલ પર આરોપ કરતા હતા એ આજે ખુલ્લા પડી ગયા છે.