આવતી કાલે કોંગ્રેસ વિપક્ષ નેતાનું નામ નક્કી કરશે, કયા નેતાઓના નામ છે મોખરે, જાણો વિગત
હાલના તબક્કે પાટીદાર ફેક્ટરને ધ્યાને લેવામાં આવે તો પક્ષના યુવા નેતા પરેશ ધાનાણી વિપક્ષના નેતાપદની પસંદગી મોખરે છે અને જો અન્ય જ્ઞાતિ અને અનુભવને ધ્યાનમાં રાખવામાં આવે તો કુંવરજી બાવળિયા ખુમાનસિંહ વાંસિયા, વિક્રમ માડમ, મોહનસિંહ રાઠવા સહિતના અનેક દિગ્ગજ નેતાઓ વિપક્ષ નેતાના પદ તરીકે દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે કોંગ્રેસનાં આંતરિક વર્તુળો કહી રહ્યાં છે કે અલ્પેશ ઠાકોર યુવા નેતા છે. ઓબીસી સમાજ પર સારું પ્રભુત્વ ધરાવે છે, પરંતુ કોંગ્રેસ પાસે પાંચથી આઠ ટર્મ જીતી ચૂકેલા અનેક અનુભવી ચહેરા છે, જેમને વિપક્ષી નેતા બનાવાની તક આપી શકાય.
અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં તેમાં કોંગ્રેસને બહુમતી ના મળી પણ સારો દેખાવ થયો તેના પગલે વિધાનસભામાં વિપક્ષી નેતાપદ મેળવવા માટે હોડ જામી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ આ અંગે મૂંઝવણમાં છે પણ પરેશ ધાનાણીની પસંદગી થાય તેવી શક્યતા છે. કોંગ્રેસના ધારાસભ્યોની 3 ડિસેમ્બરે બેઠક મળશે તેમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે તેવું કોંગ્રેસના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ઓબીસી-દલિત વોટબેન્કનો કોંગ્રેસને આ વખતે ખાસ્સો ફાયદો થયો હોવાથી વાત આગળ ધરીને અલ્પેશ ઠાકોરે વિપક્ષી નેતા પદના દાવેદાર તરીકે રજૂઆત માટે રાહુલ ગાંધીનો દિલ્હીમાં સમય માગ્યો હતો અને રજૂઆત પણ કરી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષના જ દિગ્ગજો હારી જતાં હવે વિપક્ષી નેતાના ખાલી પડેલા સ્થાન પર કયો ચહેરો પસંદગી પામશે તેની ચર્ચા પણ પક્ષમાં શરૂ થઈ ચૂકી છે ત્યારે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર પણ વિપક્ષી નેતાની હોડમાં હોવાથી રાજકારણ ગરમાયું છે.
પરેશ ધાનાણી આ હોદ્દા માટે પ્રબણ દાવેદાર છે પણ એ સિવાય કુંવરજી બાવળિયા, ખુમાનસિંહ વાંસિયા, વિક્રમ માડમ, મોહનસિંહ રાઠવા સહિતના અનેક દિગ્ગજ નેતાઓ વિપક્ષ નેતાના પદ માટે દાવેદાર માનવામાં આવે છે. આ હોડમાં હવે સી.જે.ચાવડાનું નામ પણ સાંભળવામાં મળ્યું છે પણ ચાવડાને પક્ષના ઉપદંડક બનાવાય તેવી શક્યતા છે. દંડક તરીકે શૈલેષ પરમારનું નામ નક્કી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -