ગુજરાત કોંગ્રેસના કયા ટોચના નેતાને ભાડાનો બંગલો ખાલી કરી દેવા મકાન માલિકે આપી નોટિસ, જાણો વિગતે
નોટિસમાં મકાન ખાલી કરતાં પહેલાં ટેક્સથી લઈને લાઈટ બિલ સુધીના તમામ બિલો ચુકવી આપવા એમ પણ જણાવવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બંગલાના માલિક પુનિતા શર્માણે ભરતસિંહ સોલંકી સહિત ગુણવંત મકવાણા અને ગોરાંગ પટેલને પણ નોટિસ આપી છે. આ બંન્ને વતી ભરતસિંહ આ બંગલામાં રહેતા હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નંદનવન બંગલોઝમાં રહેલા ભરતસિંહ સોલંકીનો ભાડા કરાર 31-12-2017ના રોજ પૂરો થયો છે અને તેમને 5 જાન્યુઆરી સુધીમાં મકાન ખાલી કરવા જણાવવામાં આવ્યું છે.
અમદાવાદ થલતેજ વિસ્તારમાં આવેલાં નંદનવન બંગલોઝના 28 નંબરના ઘરે ખાલી કરવા મકાન માલિક પુનિતા શર્માએ નોટિસ આપી છે. પુનિતા શર્માના પુત્ર કુશ શર્માએ જણાવ્યું હતું કે, ભરતસિંહ સોલંકી અમારા ઘરમાં રહે છે અને ભાડા કરાર પુરો થતાં તેમને ઘર ખાલી કરવા જાણ કરવામાં આવી છે.
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને તેમનું અમદાવાદ સ્થિત ભાડાનું ઘર ખાલી કરવા મકાન માકિલે નોટિસ આપી હોવાનું જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -