ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવે બનાવ્યો નવો રેકોર્ડ, જાણો શું થયો ભાવ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Sep 2018 10:58 AM (IST)
1
રાજકોટમાં પેટ્રોલનો ભાવ 78.94 અને ડીઝલનો ભાવ 76.98 રૂપિયા પ્રતિલિટરે પહોંચી ગયો છે.
2
સુરતમાં પેટ્રોલનો ભાવ 78.78 અને ડીઝલનો ભાવ 76.84 રૂપિયા પ્રતિલિટરે છે.
3
વડોદરામાં પેટ્રોલનો ભાવ 77.99 અને ડીઝલનો ભાવ 76.03 રૂપિયા પ્રતિલિટરે છે.
4
અમદાવાદમાં પેટ્રોલ 78.31 અને ડીઝલનો ભાવ 76.35 રૂપિયા પ્રતિલિટરે પહોંચી ગયો છે.
5
અમદાવાદ: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક વાર ફરીથી ભડકો થયો છે. આજે સતત 10માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો થતાં ગુજરાત સહિત દેશભરની જનતા પર અસર પડી રહી છે. પેટ્રોલ અને ડિઝલનો ભાવ ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર વધીને નવો રેકોર્ડ બનાવ્યો છે. મોંઘવારીની વધુ એક લપડાક સામાન્ય માણસને પડી છે. મધ્યમવર્ગના લોકો પર વધુ અસર થઈ રહી છે. ભાવમાં સતત ભડકો થતાં દેશભરની જનતા પર તેની અસર પડી રહી છે.