પાલનપુરમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં ઘર્ષણ થતાં પોલીસે લોકો પર કર્યો લાઠીચાર્જ, લોકોમાં ભાગદોડ
રામજી મંદિરના મહત રાઘવદાસજીબાપુ તેમજ આગેવાનો પૂર્વ પોલીસ સ્ટેશને દોડી જઈ આ યુવકોને છોડવાનું કહ્યું હતું. પોલીસ ન છોડતાં શોભાયાત્રા સિમલાગેટ વિસ્તારમાં અટકાવી દેવામાં આવી હતી. જોકે ત્યારબાદ પરિસ્થિતિ ને જોઈ પોલીસે આ યુવકોને છોડતા અડધો કલાક બાદ શોભાયાત્રા પરત આગળ વધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ અને લોકો વચ્ચે થયેલા ઘર્ષણમાં બે યુવકોને સામાન્ય ઈજા થી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા કેટલાક યુવકોની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. જોકે શોભાયાત્રા સ્ટેશનથી સિમલાગેટ વિસ્તાર વચ્ચે હતી. ત્યારે સમાચાર મળ્યાં કે કેટલાક યુવકોને પોલીસ પકડી ગઈ છે.
આ ટ્રાફિક જામને છૂટો પાડવા માટે પોલીસે લોકોને બાજુમાં ખસેડવાની કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ સર્જાતા એકાએક પોલીસે લાઠી ચાર્જ શરૂ કરી દીધો હતો. જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી.
પાલનપુર: જન્માષ્ટમીની શોભાયાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી. જ્યારે શોભાયાત્રા પાલનપુરના જુદા જુદા વિસ્તારોમાં ફરી રહી હતી ત્યારે ગુરુનાનક ચોક ખાતે સાંજે આવી ત્યારે મટકી ફોડનો કાર્યક્રમ પતી ગયા બાદ શોભાયાત્રા કીર્તિસ્તંભ રોડ તરફ આગળ વધી હતી તે દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -