જૂનાગઢની ગલીઓમાં જ્હોન અબ્રાહમે કઈ ફિલ્મનું શૂટિંગ કર્યું, ઓનલોકેશનની આવી છે તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્હોન અબ્રાહમની ફિલ્મનું શૂટિંગ જોવા માટે લોકો ઘરના ધાબા પર ચઢી ગયા હતા. જ્યારે રસ્તા પર ભારે ભીડ જોવા મળી હતી. જ્હોન અબ્રાહમ જે હોટલમાં રોકાયો છે તેની બહાર ચાહકોની ભીડ ઉમટી પડી હતી.
આ ફિલ્મ સાથે અભિનેતા જેકી શ્રોફ પણ જોવા મળશે. તેઓ આજે જૂનાગઢ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ હજુ પણ પાંચ દિવસ સુધી આ ફિલ્મનું જૂનાગઢમાં શુટીંગનું શિડ્યુલ હોવાનું જાણવા મળેલ છે.
અભિનેતા જ્હોન અબ્રાહમે સવારથી મોડી સાંજ સુધી દાણાપીઠ, નાની મસ્જીદ તેમજ ગાંધીચોક વિસ્તારમાં આ ફિલ્મનું શુટીંગ કર્યું હતું. જ્હોન અબ્રાહમને જોવા માટે લોકોનો ટોળાં વળ્યા હતાં અને શૂટિંગને નિહાળ્યું હતું.
હિન્દી ફિલ્મના શુટીંગ માટે જૂનાગઢ આવેલ અભિનેતા જ્હોન અબ્રાહિમે વાદળછાયા ખુશનુમા વાતાવરણમાં શહેરના ત્રણેક અલગ અલગ લોકેશન પર શુટીંગ કર્યું હતું. રેડ આઈઝ પ્રોડક્શનની ‘રો’ ફિલ્મના શુટીંગ અંગે જૂનાગઢના કેટલાક વિસ્તારો અને બજારો ચાંદતારાના પતાકા તેમજ દુકાનોના બોર્ડ ઉર્દુ ભાષામાં ફેરવી પાકિસ્તાન હોવાનો દેખાવ ઉભો કરવામાં આવ્યો છે. જ્હોન અબ્રાહમને જોવા માટે જૂનાગઢવાસીઓ શૂટિંગના સ્થળે દોડી આવ્યા હતાં.
જૂનાગઢમાં ‘રો’ ફિલ્મનું શૂંટિગ ચાલી રહ્યું છે. આ ફિલ્મ જ્હોન અબ્રાહમ છે તેના શૂટિંગ માટે શહેરના દાણાપીઠ અને સર્કલ ચોક વિસ્તારમાં શૂટિંગ કર્યું હતું. જેના માટે આ વિસ્તારમાં સંપુર્ણ પાકિસ્તાનના રંગે રંગી દેવામાં આવ્યું છે. દુકાનોના બોર્ડને ઉર્દુમાં લખી લટકાવી દેવામાં આવ્યા છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જૂનાગઢ: સૌરાષ્ટ્રના જૂનાગઢમાં ‘રો’ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. જૂનાગઢમાં દાણાપીઠ અને સર્કલ ચોક વિસ્તારમાં ફિલ્મનું ફિલ્માંકન કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢમાં પાકિસ્તાનને લગતા સીનનું શુટિંગ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મના શુટિંગને લઇને પોલીસે શુટિંગના સ્થળ પર પૂરતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -